શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જુલાઈ 2017 (15:54 IST)

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ, Gira Dhodh પ્રવાસીઓ માટે બંધ કરાયો

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી આગાહી મુજબ અગામી 24 થી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ બારે મેઘ ખાંગા બનવાની સંભાવના છે. ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય બનતા દક્ષિણ રાજસ્થાન ઉપરનું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાત ઉપર આવી રહ્યુ છે અને આ સિસ્ટમ ભારે વરસાદ લાવશે. કેટલાક સ્થળોએ પાંચ ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સાબરકાંઠામાં મેઘ મહેર યથાવત રાખી છે. રાજ્યના ૫૧ તાલુકાઓમાં નોંધનિય વરસાદ થયો છે. સાપુતારમાં પાંચ ઈંચ વરસાદને પગલે ગીરાધોધમાં પાણીની ભારે આવત થતાં પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે.

ઉપરવાસમાં ધોધમાર અને ડાંગ જિલ્લામાં પાંચ ઈંચ જેટલો જેટલો વરસાદ વરસ્યો છે.  જેને કારણે સમગ્ર ડાંગ જિલ્લામાં પાણી જ પાણી જોવા મળ્યું છે. જ્યારે ગીરાધોધમાં પણ ફૂલ પાણી જોવા મળ્યું હતું. અહીં કોઈ ડૂબી જવાની ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગીરાધોધમાં આટલું પહેલીવાર આવ્યું છે. ભારે વરસાદને કારણે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.  તા.14મી જુલાઇએ ઓરેન્જ એલર્ટ,15મી જુલાઇએ રેડએલર્ટ અને 16મી જુલાઇએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગની આગાહીને પગલે ડિઝાસ્ટર વિભાગ સાબદો કરવામાં આવ્યો છે અને કૃષિ નિષ્ણાતો દ્વારા અગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન  વાવણી કાર્ય ન કરવા સલાહ આપવામાં આવી રહી છે.