કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાડિયામાં મતદાર યાદીમાં મતદારોના નામ શોધવા માટે ટેકનોલોજીનો સહારો લીધો, નાના 'મીની પ્રિન્ટર' સાથે ફિલ્ડમાં ફરી રહ્યા છે
તમામ બુથ પર કોંગ્રેસના કાર્યકરો પાસે આ પ્રકારના મશીન સાથે કાર્યરત છે
ભાજપનો ગઢ ગણાતા ખડીયામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કાર્યકર્તાઓ છેલ્લા કેટલાક દિવસથી પૂરજોશ પ્રચારમાં લાગ્યા છે. ત્યારે આજે મતદાનના દિવસે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ વિસ્તારમાં મતદાર યાદીમાં મતદારોના નામ શોધવા માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. ખડીયા વોર્ડમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નાના 'મીની પ્રિન્ટર' સાથે ફિલ્ડમાં ફરી રહ્યા છે. મોબાઈલ એપ્લિકેશન થી આ પ્રિન્ટર કનેક્ટ કરી, સ્થળ પર જ મતદારોને મતદાન માટેની સ્લીપ આપી રહ્યા છે.
ખડીયા વોર્ડ નંબર 28ના તમામ મતદારોની યાદી ઇન્સ્ટોલ છે
મોબાઈલ એપ્લિકેશનમાં ખડીયા વોર્ડ નંબર 28ના તમામ મતદારોની યાદી ઇન્સ્ટોલ છે, જેમાં કોઈપણ મતદાર નું નામ સર્ચ કરવાથી તેની પ્રિન્ટ કાઢી શકાય છે. કોંગ્રેસેના ખડીયા વોર્ડના ઉમેદવારોએ માત્ર આ વોર્ડમાં જ આ પ્રકારે ટેકનોલોજીના ઉપયોગથી કામગીરી ને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખડીયા વોર્ડમાં અંદાજે 1 લાખ જેટલા મતદારો છે, અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ બુથ પર કોંગ્રેસના કાર્યકરો પાસે આ પ્રકારના મશીન સાથે કાર્યરત છે. જ્યાથી ચૂંટણી ની જાહેરાત થઈ છે, ત્યારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમજ પૂર્વ નેતા અને ગત ટર્મમાં જમાલપુર થી કોર્પોરેટર રહી ચૂકેલા શાહનવાઝ શેખ માટે પ્રચારમાં લાગ્યા હતા.
અમદાવાદમાં વહેલી સવારથી જ મતદાન શરુ થયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય ડો. કિરિટ સોલંકીએ મતદાન કર્યું હતું. મતદાન સમયે પ્રગતિનગર, નારણપુરા મતદાન કેન્દ્રમાં ગ્લોવ્ઝ અપાતા ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તે ઉપરાંત યુવાઓમાં મતદાનનો અનેરો ઉત્સાહ હોવાથી મતદાન કર્યા બાદ મતદાન કેન્દ્રની બહાર ઉભા રહીને મતદારો સેલ્ફી લઈ રહ્યાં છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં મતદાનની ગતી ધીમી ચાલી રહી છે. મોટા ભાગે સિનિયર સિટિઝનો મતદાન કરવા માટે આવી રહ્યાં છે. બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલમાં સિનિયર સીટીઝન માટે કોઈ વ્યવસ્થા નહિ. લાઈનમાં ઉભુ રહેવા પડે છે. નવરંગપુરામાં અનેક દંપત્તિઓએ બાળકો સાથે મતદાન કર્યું છે. શહેરમાં વહેલી સવારે એક કલાકના મતદાનમાં વૃદ્ધો અને યુવાનો મત આપવા આવ્યા હતા. અમદાવાદમાં એક કલાકમાં 5 ટકા મતદાન થયુ છે.