રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જાન્યુઆરી 2022 (20:03 IST)

ગુજરાતના ધારાસભ્યોએ પણ અયોધ્યામાં ડેરા

દેશમાં પંજાબ, ઉત્તરાખંડ સહિતના 5 રાજ્યોની આ વર્ષની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી થશે. તમામ રાજ્યની ચૂંટણીના પરિણામો એક સાથે 10 માર્ચે જાહેર થશે. ચૂંટણી પંચે અગાઉ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકોને cVIGIL એપનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. જો ચૂંટણીમાં કોઈ જગ્યાએ કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ રહી હોય તો તેની ફરિયાદ આ એપ પર નોંધાવી શકાશે. આ એપ 3 વર્ષ પહેલાં લોન્ચ થઈ હતી. કેવી રીતે આ એપની મદદથી ટ્રાન્સપરન્સી લાવી શકાય છે.
 
ત્તરપ્રદેશની ચૂંટણી માટેના પ્રચાર વચ્ચે સૌથી વધારે ચર્ચા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્યાંથી ચૂંટણી લડશે તેની છે. સીએમ યોગી પર મથુરાથી ચૂંટણી લડવા માટે પાર્ટીમાંથી જ નેતાઓ દબાણ કરી રહ્યા છે ત્યારે હવે સીએમ યોગીના અયોધ્યા પ્રવાસ બાદ તેઓ અયોધ્યાથી ચૂંટણી લડે તેવી અટકળો પણ તેજ બની છે.
 
સીએમ યોગીના પ્રવાસની સાથે સાથે તેમના ઓએસડી સંજિવ સિંહનો અયોધ્યા પ્રવાસ તેમજ ગુજરાતના ધારાસભ્યોએ પણ અયોધ્યામાં ડેરા તંબૂ તાણ્યા હોવાથી યોગી અયોધ્યાથી ચૂંટણી લડશે તેવી ચર્ચા તેજ બની છે