બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 જુલાઈ 2021 (16:30 IST)

વીજ કંપનીના ગ્રાહકો માટે રાહતના સમાચાર

electricity
ગુજરાતની વીજ કંપનીઓ મામલે હાઇકોર્ટનો મહત્વનો હુકમ કર્યો છે.  ગુજરાતની વીજ કંપનીઓ મામલે હાઇકોર્ટના ચૂકાદાથી લાખો વીજગ્રાહકોને રાહત મળશે. કંપની દ્વારા ટ્રાન્સફોર્મર તેમજ અન્ય વધારાના ચાર્જિસ વસુલતી હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીને પગલે કોર્ટે આ હુકમ કર્યો છે. વીજકંપની જર્ક દ્વારા નિયત ચાર્જથી વધુ રૂપિયા વસૂલવા અંગે હાઈકોર્ટે આ હુકમ આપ્યો છે.
 
હાઇકોર્ટના આદેશ પ્રમાણે અરજદારોને 4 અઠવાડીયામાં લીધેલી વધારાની રકમ પરત કરવામાં આવશે. હાઇકોર્ટના આ આદેશ બાદ 2011 થી 2014 સુધીમાં જે વીજ ગ્રાહકો પાસેથી વીજ કંપનીઓએ વધારાનો ચાર્જ વસુલ્યો હશે અને ગ્રાહકો ફરિયાદ કરશે તો એ ચાર્જ પરત કરવો પડશે. નવા કનેક્શન અંગે વધુ રકમ વસુલતા મામલો કન્ઝ્યુમર કોર્ટમાં પહોંચ્યો છે, જ્યાં ચૂકાદો વીજ કંપનીઓની તરફેણમાં આવ્યો છે.  ત્યાર પછી ઇલેક્ટ્રીસીટી ઓમ્બડ્સમેનમાં ચુકાદો વીજ ગ્રાહકોની તરફેણમાં આવ્યો.