ગુજરાત જાયન્ટ્સના ખેલાડીઓએ અમદાવાદમાં કર્યા એરિયલ યોગા
તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિન પ્રસંગે કસરતના એક નવતર પ્રકારના સ્વરૂપ તરફ અમદાવાદીઓનું ધ્યાન ખેંચાયુ હતું. પ્રો-કબડ્ડી લીગની ટીમ,ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ (GFG)ના ખેલાડીઓએ ગોપી ત્રિવેદીના એરિયલ યોગનો પરિચય મેળવ્યો હતો.
બાયોરિધમ એન્ટીગ્રેવીટી સ્ટુડિયોનુ સંચાલન કરતાં ગોપી ત્રિવેદીએ આ ટીમને ઉત્તમ શરીર સૌષ્ઠવની શુભેચ્છા પાઠવી હતી અને તેની શરૂઆત ધ્યાનથી કરી હતી. ત્યારબાદ, ખેલાડીઓના ટોટલ બોડી વર્કઆઉટ માટેનાં કેટલાક પરંપરાગત આસન શીખાવાયાહતા.આ યોગમાં કઈ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેની સમજ વડે તેનો તેમના રોજબરોજની ફીટનેસ કવાયતમાં સમાવેશ કરવા જણાવાયું હતું. યોગ શીખવાના આ સેશનમાં ખેલાડીઓ સચિન તવર, સોનુ ગહલાવત, લલિત ચૌધરી, રૂતુરાજ કોરાવી,વિનોદ કુમાર, અમિતખરબ, સોનુ જગલાન, અંકિતબૈનસ્વાલ, સુમિત મલિકઅને ગુરવિન્દરસિંઘ સામેલ થયા હતા.