શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , સોમવાર, 29 જુલાઈ 2024 (17:25 IST)

ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કેટલા વિદ્યાર્થી પાસ થયા

ગુજરાત એજ્યુકેશન બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પૂરક પરીક્ષા જૂન-જુલાઈ 2024માં લેવામાં આવી હતી. જેનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે. ધોરણ 10માં 1.28 લાખમાંથી 98,458 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જ્યારે ધોરણ 12માં 83,386માંથી 51,047 વિદ્યાર્થીઓ નાપાસ થયાં છે. ધોરણ 10માં 28.29 ટકા પરિણામ આવ્યું છે તો 12 સામાન્ય પ્રવાહનું 49.26% પરિણામ આવ્યું છે. જ્યારે ધોરણ 12 સાયન્સનું 30.48% પરિણામ આવ્યું છે. ધોરણ 10 અને 12ના કુલ 2.87 લાખ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા હતા.
 
બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરાયું
ગુજરાત બોર્ડની જૂન મહિનામાં પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 2.87 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. આજે બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10માં 1.28 લાખ વિદ્યાર્થી પૈકી 29,542 વિદ્યાર્થી પાસ થયા છે. એટલે કે, 28.29 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તે ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 56,459 વિદ્યાર્થીઓ પૈકી 24,196 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે 49.26 ટકા પરિણામ આવ્યું છે. 
 
વિદ્યાર્થીઓ આ પ્રકારે પૂરક પરીક્ષા આપી શકે છે
ધોરણ 12 સાયન્સમાં 26,927 વિદ્યાર્થીઓ પૈકી 8,143 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે, 30.48 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીઓ આ વર્ષથી તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકે છે. જ્યારે ધોરણ 10માં 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકે છે.