ગુજરાત ATSએ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના 4 આરોપી અને દાઉદના સાગરિતને અમદાવાદમાંથી ઝડપ્યા
ગુજરાત ATS દ્વારા 1993 મુંબઈ બ્લાસ્ટ કેસ મામલે દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે. અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, ડી.સૈયદ કુરેશીને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યા છે.અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાના ઠેકાણા બદલી નાંખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે. તપાસમાં સામે આવ્યા મુજબ, આ ચારેય શખ્સ 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી છે.
1993 બ્લાસ્ટનો ઘટનાક્રમ
- પ્રથમ વિસ્ફોટઃ મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં બપોરે 1-30 કલાકે
- બીજો વિસ્ફોટઃ નરસી નાથ સ્ટ્રીમાં બપોરે 2-15 કલાકે
- ત્રીજો વિસ્ફોટઃ શિવસેના ભવનમાં બપોરે 2-30 કલાકે
- ચોથો વિસ્ફોટઃ એર ઈન્ડિયા બિલ્ડિંગમાં બપોરે 2-33 કલાકે
- પાંચમો વિસ્ફોટઃ સેન્ચુરી બજારમાં બપોરે 2-45 કલાકે
- છઠ્ઠો વિસ્ફોટઃ માહિમમાં બપોરે 2-45 કલાકે
- સાતમો વિસ્ફોટઃ ઝવેરી બજાર બપોરે 3-05 કલાકે
- આઠમો વિસ્ફોટઃ સી રોક હોટલ બપોરે 3-10 કલાકે
- નવમો વિસ્ફોટઃ પ્લાઝા સિનેમા બપોરે 3-13 કલાકે
- દસમો વિસ્ફોટઃ જુહૂ સેન્ટુર હોટલમાં બપોરે 3-30 કલાકે
- અગિયારમો વિસ્ફોટઃ સહારા એરપોર્ટ બપોરે 3-30 કલાકે
- બારમો વિસ્ફોટઃ સેન્ટુર હોટલ, એરપોર્ટ બપોરે 3-40 કલાકે