ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 - ગુજરાતમાં કૉંગ્રેસનાં આઠ વચનો : 500 રૂ.માં સિલિન્ડર, 10 લાખ નોકરીઓ અને ખેડૂતોના ત્રણ લાખ માફ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 - ગુજરાતમાં કૉંગ્રેસનાં આઠ વચનો : 500 રૂ.માં સિલિન્ડર, 10 લાખ નોકરીઓ અને ખેડૂતોના ત્રણ લાખ માફ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કૉંગ્રેસે ગુજરાતની જનતાને આઠ વચનો આપ્યાં છે.ગુજરાતમાં કૉંગ્રેસનાં આઠ વચનો : 500 રૂ.માં સિલિન્ડર, 10 લાખ નોકરીઓ અને ખેડૂતોના ત્રણ લાખ માફ
500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર, યુવાનોને દસ લાખ નોકરીઓ અને ખેડૂતોનો ત્રણ લાખ રૂપિયા સુધીનાં દેવાં માફ કરવાની વાત રાહુલ ગાંધીએ ટ્વિટર પર કરી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 'પરિવર્તન ઉત્સવ' ગણાવતાં રાહુલ ગાંધીએ આઠ વચનો પૂરાં કરવાની વાત કરી છે.
કૉંગ્રેસનાં આઠ વચનો
500 રૂપિયામાં ગૅસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી, સરકારી કર્મચારીઓ માટે જૂની પૅન્શન સ્કીમ
કેજીથી પીજી સુધી, છોકરીઓ માટે શિક્ષણ મફત, 3000 નવી સરકારી અંગ્રેજી માધ્યમોની શાળા, આધુનિક શિક્ષણસંસ્થાઓની સ્થાપના
10 લાખ સરકારી નોકરીઓ, કૉન્ટ્રેક્ટ પ્રથા ખતમ કરીને કાયમી સરકારી નોકરીઓ, 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું
કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયતા, આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી હૉસ્પિટલો
દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર, નિઃશુલ્ક કિડની, લિવર અને હૃદય પ્રત્યારોપણ, મફત દવાઓ
ખેડૂતો માટે ત્રણ લાખ રૂપિયા સુધીની કરજમાફી, વીજબિલ માફ, દુધઉત્પાદકો માટે 5 રૂપિયાની સબસિડી
ડ્રગ માફિયાઓ સામે સખત કાર્યવાહી, ભષ્ટાચારના વિરુદ્ધ કાયદો તથા જવાબદાર લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી
શહેરી વિસ્તારોમાં શહેરી રોજગાર ગૅરંટી યોજના, 'ઇંદિરા રસોઈ યોજના' અંતર્ગત આઠ રૂપિયામાં ભોજનની વ્યવસ્થા. આદિવાસીઓ માટે 'પેસા અધિનિયમ'નું અમલીકરણ અને જંગલ-જમીનનો અધિકાર