સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (18:25 IST)

ગુજરાત: મોદી સિવાય કોઇપણ ભાજપના સીએમ પુરો કરી શક્યા નથી કાર્યકાળ

ગુજરાતમાં નરેન્દ્ર મોદી ઉપરાંત કોઇપણ ભાજપના મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી. ના તો નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યા પહેલાં અને ના તો તેમના મુખ્યમંત્રી પદેથી દૂર થયા પછી. તેમના 2014 માં પ્રધાનમંત્રી બન્યા બાદ બે મુખ્યમંત્રી દૂર કરવામાં આવ્યા છે અને હવે ત્રીજીવાર નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે પહેલાં જ્યાં ભાજપમાં આંતરિક કલેહથી ભાજપના મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નહતા. તો બીજી તરફ 2014 બાદ જે બે મુખ્યમંત્રી બદલાઇ ગયા તેમના વિશે આંતરિક કલેહ જેવા સમાચાર આવ્યા નથી. 
 
વિજય રૂપાણી ગુજરાતના તે મુખ્યમંત્રીઓમાં સામેલ થઇ ગયા જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થઇ શક્યો નથી. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ઉપરાંત દરેકવાર ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી બદલાઇ ગયા. 
 
ગુજરાતમાં ભાજપે પહેલીવાર 1995માં સરકાર બનાવી હતી. ત્યારે કેશુભાઇ પટેલ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનાવ્યા હતા, પરંતુ કેશુભાઇ વિરૂદ્ધ અસંતોષ હોવાથી પાર્ટેને પોતાના મુખ્યમંત્રી બદલવા પડ્યા અને ફક્ત 221 દિવસ બાદ સુરેશ મહેતાએ સત્તા સંભાળી. તે સમયે શંકર સિંહ વાઘેલા જુથ વાઘેલાને સીએમ બનાવવાની માંગ કરી રહ્યા હતા પરંતુ પાર્ટીએ વાઘેલાના બદલે સુરેશ મહેતાને જવાબદારી સોંપઈ. એક વર્ષની અંદર શંકરસિંહ વાઘેલા અલગ થઇ ગયા અને રાજ્યમાં ભાજપને સરકાર ઢળી પડી. મધ્યપ્રદેશના ખજુરાહોમાં શંકરસિંહ વાઘેલાએ પોતાના સમર્થકોએ પોતાની તાકાત બતાવી. પછી શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બની ગયા, પરંતુ તે વધુ ચાલી શક્યા નહી. 
 
તે સમયે શંકર વાઘેલાની સરકાર ઢળી ગયા પછી રાજ્યમાં 1998માં વચગાળાની ચૂંટણી યોજાઇ. ચૂંટણીમાં ફરીથી ભાજપને 117 સીટો સાથે જીત મળી અને કેશુભાઇ ફરીથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ આ વખતે કેશુભાઇ પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નહી. ગુજરાતમાં ભૂકંપ દરમિયાન સરકારના નબળા પ્રદર્શન બાદ તેમના વિરૂદ્ધ નારાજગી વધી ગઇ કે તેમને દૂર કરવામાં આવ્યા. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતની રાજનિતિમાં પહોંચ્યા. 
 
પછી 2014 માં મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા બાદ અહીં આનંદબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ તે પોતાનો કાર્યકાળ પુરો કરે તે પહેલાં તેમને પદ પરથી દૂર થવું પડ્યું. તેમને પણ ચૂંટણી લડવાની તક મળી નહી અને 2017 ની ચૂંટણી પહેલાં આનંદીબેનની જગ્યા ઓગસ્ટ 2016 માં વિજય રૂપાણીને જવાબદારી મળી. 
 
2017 ની ચૂંટણી ભાજપે રૂપાણીના નેતૃત્વમાં લડી, પરંતુ તેને ફક્ત 99 સીટો મળી. 182 સીટોની વિધાનસભામાં આ અત્યાર સુધીનું ભાજપનું નબળું પ્રદર્શન હતું. પછી 2019 અને 2020 માં કોવિડ દરમિયાન રૂપાણી સરકારના કામકાજની ખૂબ ટીકા થઇ અને 2022 ચૂંટણી પહેલાં ભાજપે રૂપાણીને હટાવવાનો નિર્ણય કર્યો.