શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 11 મે 2024 (10:26 IST)

GSEB SSC Result 2024 Latest News - ધોરણ 10નું પરિણામ 82.56 ટકા જાહેર, સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ

result
GSEB SSC Result 2024 Live - ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે.ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક રિઝલ્ટ આવ્યું છે. ગત વર્ષ 2023 કરતા છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી, સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું પરિણામ 17.94 ટકા વધુ આવ્યું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ આવ્યું છે.
 
માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 ની પરીક્ષા લેવામાં આવી હતી. આજે ધો. 10 નું પરિણામ જાહેર થતા શાળાઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત માધ્યમિક તેમત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા જ ધો.12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બોર્ડ દ્વારા ધો.10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધો. 10 માં કુલ 9.17 લાખ વિદ્યાર્થીઓએ 981 કેન્દ્રોનાં 31829 પરીક્ષા આપી હતી.

2024 માટે GSEB 10નું પરિણામ કેવી રીતે ચેક કરવું
 
- રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલા બોર્ડની સત્તાવાર પરિણામોની વેબસાઇટ gseb.org પર જાઓ.
- જે બાદમાં વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમ નાખીને એન્ટર બટન પર ક્લિક કરવું
- એન્ટર બટન પર ક્લિક કર્યા બાદ પરિણામ દેખાઈ જશે.
- આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું પરિણામ જાણી શકે છે. જેના માટે 6357300971 પર -  - - બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.

- ગત વર્ષે 64.62 ટકા પરિણામ હતું
- 17.94 ટકા પરિણામ વધુ આવ્યું
- અમદાવાદ ગ્રામ્યના દાલોદ કેન્દ્ર અને ભાવનગરના તલગાજરડા કેન્દ્રનું 100 ટકા સૌથી વધુ પરિણામ
- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર 87.22 ટકા
- સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57 ટકા
- 1389 સ્કુલોનું 100 ટકા પરિણામ
- 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો
- વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા
- વિદ્યાર્થિનીઓનું પરિણામ 86.69 ટકા
- છોકરીઓનું પરિણામ 7.57 ટકા વધુ

ssc result
ssc result
 
ગુજરાત બોર્ડ whatsapp દ્વારા પણ વિદ્યાર્થીઓનું પરિણામ ચેક કરવાની સુવિધા પૂરી પાડે છે.
 
વિદ્યાર્થીઓએ પોતાના whatsapp માં 6357300971 નંબર સેવ કરવાનો રહેશે.
હવે આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર મોકલવાનો રહેશે.
જેના જવાબમાં તમને પોતાનું પરિણામ મળશે.

રણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ તમે ગુજરાત બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશો.
 
ગુજરાત બોર્ડની પરીક્ષા (SSC Result 2024 Date)નું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે.
 
આ વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે. જે બાદ તેઓ પોતાનું પરિણામ દેખાશે.
 
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.
જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.
 
sms થી પરિણામ આ રીતે ચેક કરવુ 
સૌપ્રથમ પરિણામ જોવા તમારા મોબાઈલમાં એસએમએસ એપ્લિકેશન ખોલો.
હવે તમારે હવે નીચે આપેલ ફોર્મેટમાં એસએમએસ લખવાનો રહેશે.
SSC<space>SEATNUMBER
ઉદાહરણ તરીકે: SSC 12354
આ એસએમએસ ને તમારે 56263 પર મોકલવાનો રહેશે.
હવે તેના જવાબમાં તમને ધોરણ 10નું પરિણામ એસએમએસ તરીકે મોકલવામાં આવશે.