ધોરણ-10નું 64.62% પરિણામ જાહેર, 272 શાળાઓનું 100% પરિણામ, સુરત જિલ્લાનું સૌથી વધુ
ધોરણ 10ના છ હજાર 111 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો
દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)નું ધોરણ 10 એટલ કે SSCનું પરિણામ જાહેર થઈ ગયું છે. સવારે 8 વાગ્યે આ પરિણામ જાહેર કરાયું હતું. તમે GSEBની સત્તાવાર વેબસાઈટ પર તમારા પરિણામ જોઈ શકશો. ઉલ્લેખનીય છે કે ધોરણ 10ના લગભગ 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામ આજે જાહેર કરાયા છે. જોકે આજે માત્ર પરિણામ જાહેર કરાય છે જ્યારે માર્કશીટ થોડા દિવસોમાં આપવામાં આવી શકે છે. આ વખતે રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gseb.org પર તેમની માર્કશીટ ચેક કરી શકાશે. ગુજરાત બોર્ડે 12મા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
માર્ચમાં પરીક્ષા લેવાઈ હતી
ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ હતી. આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 10નું પરિણામ જાહેર થયું . રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે. હવે ધોરણ 12નું પરિણામ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે.