ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (11:36 IST)

GPSC ક્લાસ ૧ અને ૨ પરીક્ષાનું પરિણામ જાહેર, અહી જોઇ શકો છો પરિણામ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ કલેક્ટરની કુલ ૧૫, નાયબ પોલીસ અધીક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૨, અધીક્ષક નશાબંધી અને આબકારી, વર્ગ-૧ ની કુલ ૦૧, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૭, મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસની કુલ ૦૨ ; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૪૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (જી.પી.એસ.સી.) ની કુલ ૦૧; મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૧૦, રાજ્ય વેરા અધિકારીની કુલ ૦૫; તાલુકા વિકાસ અધિકારીની કુલ ૧૫; આદિજાતિ વિકાસ અધિકારીની કુલ ૦૪; જિલ્લા નિરિક્ષક, જમીન દફ્તરની કુલ ૦૫; અન્ન અને નાગરિક પૂરવઠાના મદદનીશ નિયામકની કુલ ૦૫; સમાજ કલ્યાણ અધિકારી (અ. જા.) ની કુલ ૦૮; અધીક્ષક નશાબંધી અને આબકારીની કુલ ૦૧; નગરપાલિકાના મુખ્ય અધિકારીની કુલ ૧૯ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૭૩ જગ્યાઓ એમ સંકલિત કુલ ૧૨૦ જગ્યાઓ માટે તારીખ: ૧૫/૦૭/૨૦૧૯ ના રોજ જાહેરાત ક્રમાંક  ૧૦/૨૦૧૯-૨૦ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી. જે માટે રાજ્યભરમાંથી ૧,૬૮,૬૯૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 
 
ઉક્ત ઉમેદવારોની પ્રાથમિક કસોટી તારીખ: ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ રાજ્યના ૩૨ જિલ્લામાં યોજવામાં આવેલ હતી. કુલ ૮૨,૬૪૪ ઉમેદવારો પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહ્યા હતા જેનું પરિણામ તા.૦૨/૦૧/૨૦૨૦ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. જે મુજબ ભરવાની થતી કુલ જગ્યાના આશરે ૧૫ ગણા અને સમાન ગુણને અનુસાર કુલ-૪૨૧૧ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા માટે પાત્ર જાહેર કરવામાં આવેલ હતા. ઉક્ત ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા તારીખ : ૦૯/૦૩/૨૦૨૧, તા.૧૨/૦૩/૨૦૨૧ અને તા.૧૪/૦૩/૨૦૨૧ ના રોજ અમદાવાદ મુકામે આયોજિત કરવામાં આવેલ હતી. જેમાં કુલ ૩,૩૮૨ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. જેનું પરિણામ તા.૦૬/૦૭/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતું. 
 
લેખિત પરીક્ષાના ગુણના આધારે કુલ ૬૮૧ ઉમેદવારો રૂબરૂ મુલાકાતને પાત્ર થયેલ છે. આ ઉમેદવારોની રૂબરૂ મુલાકાતનું આયોજન કુલ ૦૩ ઈન્ટરવ્યુ બોર્ડમાં તારીખ: ૦૩/૦૮/૨૦૨૧ થી તારીખ: ૨૧/૦૮/૨૦૨૧ દરમ્યાન કરવામાં આવ્યું હતું. ગુજરાત જાહેર સેવા આયોગ સફળ થયેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવે છે તેમજ અન્ય તમામ ઉમેદવારોને આગામી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવે છે.
 
આ લિંક પરથી તમારૂ પરિણામ અને અન્ય વિગતો ચેક કરી શકો છો. https://gpsc.gujarat.gov.in/Documents/AdvertismentDocument/FR-10-201920.pdf