સરકારે કરી જાહેરાત: અસંતોષ હોય તેવા વિદ્યાર્થી આપી શકશે બોર્ડની પરીક્ષા
ધોરણ 12 તમામ પ્રવાહના નિયમિત ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 બોર્ડનાં જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેમના માટે આ ખુબ જ મહત્વના સમાચાર છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા જાહેર થયેલ ગુણાંકન પધ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવનાર છે. આ પરિણામ પ્રસિધ્ધ થયેથી કોઈ વિદ્યાર્થીને પોતાના પરિણામથી અસંતોષ હોય તો તેવા વિધ્યાર્થિઓએ પરિણામ પ્રસિધ્ધ થયાના ૧૫ દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડદ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.
જેની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ નોંધ લેવા બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે.