સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (16:01 IST)

ગીરમાં કોણ છે એ, જે જંગલના રાજાના જીવનો દુશ્મન બન્યો છે..

છેલ્લા ત્રણ અઠવાડિયામાં ગિર વન અભ્યારણ્યમાં ઓછામાં ઓછા 23 સિહના મોત થયા છે. એશિયાઈ સિંહની પ્રજાતિ ફક્ત આ જંગલોમાં જોવા મળે છે.  વન અધિકારીઓએ મોતને કારણે કૈનાઈલ ડિસ્ટેંપર વાયરસ અને સિંહની પરસ્પર લડાઈ બતાવી. ગુજરાત સરકાર મુજબ ચાર સિંહના મોત સીડીવી મતલબ કૈનાઈન ડિસ્ટેંપર વાયરસના કારણે થયા છે. જ્યારે કે ત્રણ વધુ સિંહ આ વાયરસથી પીડિત છે.  જેમને એક રેસ્ક્યુ સેંટરમાં મુકવામાં આવ્યા છે.  
 
એક જીવલેણ વાયરસ જેણે પૂર્વી આફ્રિકાના 30 ટકા વાઘનો જીવ લીધો હતો. શુ ભારતના જંગઓઅના રાજા પર પણ સંકટ બન્યુ છે ?
 
રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ બુધવારે પત્રકારોને જણાવ્યુ કે પુણે સ્થિત નેશનલ ઈંસ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ માર્યા ગયેલા 11માંથી ચાર વાઘના સૈપલમાં સીડીવી વાયરસ અને બાકી સાતના સૈપલમાં પ્રોટોજોઆ સંક્રમણ જોવા મળ્યુ છે. 
 
વિદેશમાંથી મંગાવાઈ વેક્સિન  - સીડીવી વાયરસ 20ક્મી સદીમાં એ સમયે ચર્ચામાં આવ્યો જ્યારે તેને કારણે થાઈલાસાઈન એટલે કે તસ્માનિયાઈ વાઘોનુ મોત થયુ હતુ. 
ગીરમાં વાઘના મોતે સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. અધિકારી સક્રિય થઈ ગયા છે.   વાઈલ્ડલાઈફ સર્કલ જૂનાગઢના મુખ્ય વન્ય સંરક્ષક ડીટી વસાવાડાએ કહ્યુ કે સિંહ માટે તરત જ વિદેશમાંથી વેક્સિન મંગાવાઈ છે. સાવધાની ના રૂપમાં અમે અમેરિકામાંથી પહેલાથી જ દવાઓ અને વેક્સિન મંગાવી લીધા છે. તાજેતરમાં દરેક વનરાજના મોત ગિર જંગલની ડલખાનિયા રેંજના સરસિયા વિસ્તારમાં થયા છે.  
 
વન અધિકારીઓએ આ ક્ષેત્રના બધા 23 અને આસપાસના વિસ્તારના 37 સિંહને કોઈ અન્ય સ્થાન પર શિફ્ટ કરી દીધા છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે આ બધા સિંહ ઠીક છે અને તેમની વિશેષ દેખરેખ કરવામાં આવી રહી છે. સરકારે ઓછામાં ઓછી 140 ટીમ બનાવી દીધી છે. જે ગિરના અન્ય વિસ્તાર અને ગ્રેટર ગિરમાં રહેલા વાઘ પર નજર રાખી રહ્યા છે. 
 
પ્રશાસન ચેતી જાય 
 
 વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ અને બાયોલોજિસ્ટ રંજન જોશી કહે છે કે કૈનાઈન ડિસ્ટેંપર વાયરસ ખૂબ જ ખતરનાક હોય છે અને આ ખૂબ ઝડપથી ફેલાય છે.   આ રોગને કારણે 1994માં તનજાનિયાના સેરેનગેટી રેંજમાં 10થી 15 દિવસની અંદર જ એક હજાર વાઘના મોત થઈ ગયા હતા.  અને જો આ સીડીવી વાયરસ છે તો સરકરે સતર્ક થઈ જવુ જોઈએ.  જોશુનુ માનવુ છે કે એશિયાઈ સિંહને ભારતના કોઈ બીજા વિસ્તારમાં શિફ્ટ કરી દેવા જોઈએ. કારણ કે આ સંક્રામક રોગને કારણે સમગ્ર પ્રજાતિના નષ્ટ થવાનો ભય છે. 
 
વાઈલ્ડલાઈફ બાયોલોજિસ્ટ ભરત જેઠવાએ કહ્યુ કે રાજ્યના વન વિભાગે સિંહોના વિસ્તારમાં રહેતા કૂતરાઓનુ વેક્સિનેશન કરવુ જોઈએ.   આ વેક્સિનેશન જલ્દી કરવુ જોઈએ.  સીડીવી વાયરસથી બચવામાટે સિંહોનુ વેક્સિનેશન પણ કરવુ જોઈએ. આ પહેલા સિંહોને સંક્રમિત વિસ્તારથી દૂર લઈ જવા જ યોગ્ય છે. 
 
શુ છે કૈનાઈન વાયરસ ? આ સિંહોમાં કેવી રીતે ફેલાય છે 
 
વાઈલ્ડ લાઈફ્ટ ડોક્ટર અને બાયોલોજિસ્ટ મુજબ - કૈનાઈન ડિસ્ટેપર વાયરસ એક જીવલેણ વાયરસ છે. આ  મોટેભાગે કૂતરા અને બિલાડીઓમાં જોવા મળે છે.  જે સિંહ આ કૂતરા બિલાડીઓના સંપર્કમાં આવી જાય છે તેઓ સહેલાઈથી આ વાયરસની ચપેટમાં આવી જાય છે.  આ વાયરસ મોટેભાગે સંક્રમિત જાનવરનુ એંઠુ ખાવાથી ફેલાય છે. ઘણીવાર એવુ બને છેકે  સિંહનો શિકાર કૂતરા બિલાડી પણ ખાઈ રહ્યા હોય છે.  આ વાયરસ ત્યારે ફેલાય છે જ્યારે સિંહ ફરી આવીને એ એંઠો શિકાર ખાઈ લે છે.  જે વિસ્તારમાં આ વાયરસથી સંક્રમિત કૂતરા બિલાડીઓ છે ત્યા રહેલા સિંહને સીડીવીનો ખતરો વધી જાય છે.  આ એક જીવલેણ વાયરસ છે.  પણ તેનાથી બચવા માટે વેક્સિનેશન પણ થાય છે.  જો આ વિસ્તારના કૂતરાઓનુ વેક્સિનેશન કરાવવામાં આવે તો ત્યાના સિંહોને વાયરસથી બચાવી શકાય છે. 
 
 
ગુજરાત સરકારનુ શુ કહેવુ છે ?
 
રાજ્ય સરકારે નેશંલ ઈંસ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પશુ ચિકિત્સા કોલેજ(જૂનાગઢ)  અને ફોરેસિંક સાયસ લેબોરેટરી માં અનેક નમૂના મોકલ્યા છે.  આ બધા નમૂનામાં સીડીવી વાયરલ જોવા મળ્યા છે. જ્યારે કે અન્ય સિંહ બેબેસિયા પ્રોટોજોઆને કારણે મર્યા છે. પ્રોટોજોઆ સંક્રમણ સિંહના શ્વાસનળીને પ્રભાવિત કરે છે. સંક્રમણને કારણે સિંહની શ્વસન પ્રણાલી કામ કરવુ બંધ કરી દે છે. 
 
સરકારનો દાવો છે કે ટીમ સિંહની વસ્તીવાળા ગિર અને ગ્રેટર ગિરના 600 સિંહ પર નજર રાખી રહી છે. ટીમની રિપોર્ટ મુજબ ફક્ત નવ સિંહ જ બીમાર છે અને તેમાથી ચારનો જંગલમાં જ ઈલાજ થઈ રહ્યો છે જ્યારે કે 5 રેસ્ક્યુ સેંટરમાં મોકલવામાં આવ્યા છે.  સીડીવી વેક્સિન 5 ઓક્ટોબર સુધી ગુજરાત લાવી શકાય છે.  જ્યારબાદ વિશેષજ્ઞોની દેખરેખમાં જાનવરોનુ વેક્સિનેશન કરવામાં આવશે.  શુ ગુજરાત સરકાર ખરેખર ગુજરાતની શાન અને  ગીરના રાજા સિંહોને આ બીમારીમાંથી બચાવી શકશે કે નહી એ તો આવનારો સમય જ બતાવશે..