શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (19:27 IST)

રેગિસ્તાનના જહાજ પર નીકળી જાન

એક સમયે સાંભળવામાં થોડુ અટપટુ લાગે, પરંતુ આ હકીકત છે. રાજસ્થાનમાં આવા એક શાહી લગ્ન થયા હતા, જેમાં વરરાજા કન્યાને લેવા માટે ઊંટ પર આવ્યા હતા. વરરાજા સાથે જાન પણ ઊંટ પર સવાર હતી. 20 ઊંટ પર સવાર જાન બે કલાકમાં સાત કિલોમીટરની મુસાફરી કરીને દુલ્હનના ઘરે પહોંચી હતી.
હકીકતમાં, બાડમેર શહેરના દાનજી કી હોદીના રહેવાસી દલસિંહના એન્જિનિયર પુત્ર મલેશ રાજગુરુના લગ્ન સીતા કંવર સાથે શુક્રવારે થયા હતા. વરરાજાના દાદાની ઈચ્છા હતી કે પૌત્રની જાન ઊંટ પર નીકળવી જોઈએ. આવી સ્થિતિમાં ઊંટો પર જ જાન નીકળે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે છેલ્લા 5 મહિનાથી તૈયારી કરી રહ્યા હતા.
લોકો પૂછતા રહ્યા જાન કયા રુટ પર આવશે
વરરાજાના પિતાનું કહેવું છે કે જેમણે પણ ઊંટ પરથી જાન કાઢવાની વાત સાંભળી છે, તે બઘાએ આના વખાણ કર્યા છે. દરેક લોકો અભિનંદન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તમે જૂની સંસ્કૃતિ પાછી લાવી રહ્યા છો. નવી સંસ્કૃતિની સાથે જૂની સંસ્કૃતિને પણ ભૂલવી ન જોઈએ તેવી લોકોને અપીલ કરું છું. લોકો ફોન કરીને પૂછતા રહ્યા કે શોભાયાત્રા કયા રસ્તે જશે.