સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 ઑક્ટોબર 2021 (08:47 IST)

અમરેલીના ગીરધરભાઇ સંગ્રહાલયમાં આજે પણ ગાંધીજીના અસ્થિકુંભ સચવાયેલા છે

અમરેલીમા ગીરધરભાઇ સંગ્રહાલય ખાતે ગાંધીજીના અસ્થિકુંભ સચવાયેલા છે. મહાત્મા ગાંધી અસ્થિ વિસર્જન સમિતી બીરલા મંદિર નવી દિલ્હી દ્વારા આ અસ્થિ અમરેલીના તત્કાલીન ધારાસભ્ય ડો.હરિપ્રસાદ ભટ્ટને અપાયા હતા. અમરેલીના તત્કાલીન ધારાસભ્ય ડો. હરિપ્રસાદ ભટ્ટને મહાત્મા ગાંધી અસ્થિ વિસર્જન સમિતી દ્વારા ગાંધીજીના અસ્થિકુંભ અપાયા હતા. બાદમા તેમણે પોતાના ઘરે અસ્થિકુંભ મુકી રાખ્યા હતા. આઝાદીની પ્રથમ ચુંટણી બૃહદ મુંબઇ દ્રિભાષી રાજયના ધારાસભ્ય તરીકે શપથ લેતી વખતે તેઓનુ હ્દય રેાગના હુમલાથી નિધન થયુ હતુ. બાદમા તેમના પત્ની સુભદ્રાબેન ભટ્ટને અમરેલીની જનતાએ ધારાસભ્ય તરીકે ચુંટી કાઢયા હતા.

સુભદ્રાબેન ભટ્ટ સંગ્રહાલય સમિતિના સભ્ય હોય તેમણે ગાંધીજીના અસ્થિકુંભ ઉદાર દિલે સંગ્રહાલયમા આપી દીધા હતા. ત્યારથી અહી ગાંધીજીના અસ્થિકુંભ સચવાયેલા છે.બીજી ઓકટોબરે અહી શાળાના બાળકો આ અસ્થિકુંભના દર્શન કરી ગાંધીજીના સંસ્મરણા વાગાળે છે. આ ઉપરાંત સંગ્રહાલયના સંચાલકો દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર તેમજ સુતરની આંટી પહેરાવી ગાંધીજીના જીવનકવન વિશે બાળકોને માહિતગાર કરે છે. મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન અમરેલીની સાત વખત મુલાકાત લીધી હતી. અહી તેમના સમર્થકો દ્વારા તેમનુ અદકેરૂ સન્માન કરાયુ હતુ.અમરેલીની મુલાકાત વખતે ગાંધીજીએ ખાદી પ્રદર્શન, રેંટીયા ઘરનુ ઉદ્દઘાટન, રાષ્ટ્રીય શાળાની મુલાકાત તેમજ સ્વદેશી ચિજવસ્તુઓ વાપરવાની ઝુંબેશની શરૂઆત કરી હતી. તેમણે જૈન મહાજનવાડી, સુધરાઇ કચેરી વિગેરે સ્થળે જાહેર સભાઓ પણ કરી હતી.