ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (12:56 IST)

ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં લાગી આગ

ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન નજીક ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. પેન્ટ્રી કારમાં લાગેલી આગ બે કોચ સુધી પહોંચી ગઈ હતી. જેથી પેસેન્જર જીવ બચાવી ભાગ્યા હતાં. સમગ્ર દુર્ઘટના અંગે રેલવે પ્રશાસનને જાણકારી મળતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સાથે જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આગના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.
 
પેસેન્જર ભરેલી ટ્રેનમાં આગ
નંદુરબારથી ગાંધીધામ જનારી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. પેન્ટ્રી કારમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ હતી. બાદમાં પેન્ટ્રી બોગી અલગ કરવામાં આવી હતી. જો કે બે ડબ્બામાંથી ધુમાડા નીકળી રહ્યા હતાં. જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.
 
ગાંધીધામ પુરી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. મહારાષ્ટ્રના નંદુરબાર સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગી હતી. સ્ટેશન પહોંચે તે પહેલા જ ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી હતી. આગને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે.
 
આ આગમાંથી મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અચાનક લાગેલી આ આગના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો છે. રેલ્વે અધિકારી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા છે. પેન્ટ્રી બોગીમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો છે. સવારે 11 વાગે ટ્રેન નંદુરબાર સ્ટેશનથી નીકળીને આગ લાગી હતી.