FSSAI ફૂડ સેફ્ટી રૈકિંગમાં ગુજરાત, કેરળ અને તમિલનાડુ ટોપ પર, જાણો કેવી રીતે આપવામાં આવે છે રૈકિંગ
FSSAI Food Safety Ranking: એફએસએસઆઈ એટલે કે ખાદ્ય સુરક્ષા માનકના મામલે ત્રણ રાજ્યો ટોપ પર છે. આ ત્રણ રાજ્ય છે - ગુજરાત, કેરલ અને તમિલનાડુ. આ માહિતી વર્ષ 2020-21 માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના રિપોર્ટમાં સામે આવી છે.
આ રાજ્યોને પાંચ માનદંડો ગ્રાહક સશક્તિકરણ, ખાદ્ય સુરક્ષા, માનવ સંસાધન અને સંસ્થાકીય ડેટા, પાલન, ખાદ્ય પરીક્ષણ સુવિધાઓ, તાલીમ અને ક્ષમતા નિર્માણના આધારે રૈકિંગ કરવામાં આવ્યા છે. આ રેન્કિંગમાં ગુજરાત, કેરળ અને તમિલનાડુ મોટા રાજ્યોમાં ટોચ પર છે. બીજી બાજુ, જ્યારે નાના રાજ્યોની વાત આવે છે, ત્યારે ગોવા પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યારબાદ મેઘાલય અને મણિપુર આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં, જમ્મુ અને કાશ્મીર, અંડમાન અને નિકોબાર અને દિલ્હીને ટોચના ત્રણ સ્થાનો પર રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખોરાક ઔષધ નિયમનતંત્ર અને આરોગ્ય વિભાગને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અભિનંદન પાઠવ્યા છે. ભારત સરકાર દ્વારા સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ માટેના જે માપદંડો-ધારાધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ઓવરઓલ પરફોમન્સ ઓન ફૂડ સેફટીના આધારે રાજ્યોને શ્રેષ્ઠતાના ક્રમ આપવામાં આવે છે.
આ માપદંડોમાં ફૂડ સેમ્પલીંગ, ટેસ્ટીંગ, લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર, કોમ્પલાયન્સ, ટ્રેનિંગ, લાયસન્સ અને રજીસ્ટ્રેશન અને રાજ્યમાં મળતા ખોરાકની ગુણવત્તા ઉપર ભાર મુકવામાં આવે છે. ગુજરાતે આ બધા જ માપદંડ અને ધારાધોરણોમાં શ્રેષ્ઠતા પૂરવાર કરીને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ મેળવ્યો છે.