સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 30 નવેમ્બર 2019 (17:41 IST)

અમદાવાદમાં પોલીસે ડિટેઇન કરેલી કારને નવી કાર ખરીદી શકાય એટલો દંડ, રકમ સાંભળીને ચક્કર આવી જશે

અમદાવાદ પોલીસે પોતાની ડેઇલી ચેકિંગ દરમિયાન ગત બુધવારે અંદાજે 2 કરોડની પોર્શે 911 કારને ડિટેઇન કરી હતી. જો કે હવે મળતી  જાણકારી મુજબ આ કારને લઇને 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કાર ડિટેઇન કરવામાં આવી ત્યારે તેમા નંબર પ્લેટ ન હતી.
 
પોલીસ દ્વારા ડિટેઇન બાદ કાર્યવાહી કરવામાં આવતા કારચાલક પાસેથી જરૂરિયાત મુજબના દસ્તાવેજ પણ નહોતા. આમ પોલીસે નિયમનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરીને આકરો દંડ ફટકાર્યો છે. આ અંગેની જાણકારી પોલીસ વિભાગે ટ્વિટ કરી જણાવી છે.
 
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તોડા દિવસ પહેલા લક્ઝુરિયસ કારને પકડવાની વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી. 27 નવેમ્બરના રોજ અમદાવાદના હેલ્મેટ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ રૂટિંગ ચેકિંગ કરી રહી હતી ત્યારે બપોરના સુપારે પોલિસે આ મોંઘીદાટ કારને કેટલાક નિયમોના ભંગ બદલ ડિટેઈન કરી હતી. 
આ કાર કિશન પટેલ નામનો એક વ્યક્તિ ચલાવતો હતો. પોલીસે જ્યારે કારને ડિટેઈન કરી ત્યારે કારમાં આગળ કે પાછળના ભાગમાં નંબર પ્લેટ ફિટ કરેલી ન હતી, જેના કારણે ટ્રાફિક નિયમનો ભંગ થતો હતો. પોલિસે જ્યારે કારચાલક પાસેથી કારના દસ્તાવેજો માગ્યા ત્યારે તેની પાસે કાયદેસરના દસ્તાવેજ પણ ન હતા. પોલીસની ફરિયાદ મુજબ આ કારના મુળ માલિકનું નામ રણજીત પ્રભાત દેસાઈ છે અને તેઓ ઘાટલોડિયાના પ્રભાત ચોક વિસ્તારમાં રહે છે. 
 
અમદવાદમાં શહેર પોલીસ દ્વારા હાલમાં ટ્રાફિક ડ્રાઇવ ચલાવામાં આવી રહી છે. જેને લઇને ગત બુધવારના રોજ પોલીસ દ્વારા હેલ્મેટ સર્કલ પાસેથી 2 કરોડની પોર્શે 911 મોડેલની કાર ડિટેઇન કરાઇ હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલા આરટીઓ મેમો મુજબ બુધવારના રોજ બપોરે ડિટેઇન કરાયેલ કારમાં આગળ-પાછલ નંબર પ્લેટ નહોતી, તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી પોર્શે 911 મોડલની કારને ડિટેઇન કરવામાં આવી  હતી.