બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 જૂન 2021 (12:07 IST)

અંતે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી, સચિવાલયમાં અનેક તર્ક વિતર્કો

સચિવાલયમાં ચર્ચાનો ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવીની તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિત તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતના આરોગ્ય સચિત તરીકેની જવાબદારી નિભાવનાર જયંતિ રવિ અનેક વિવાદોમાં રહ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એકાએક જયંતિ રવિની બદલી થતા સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ગુજરાતમાં કોરોના શરૂ થતાની સાથે જ આરોગ્ય સચિવ તરીકે જયંતિ રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટેસ્ટિંગ, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી હતી.ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર દમિયાન પણ ગુજરાતનું આરોગ્ય તંત્ર નિષ્ફળ ગયું હોવાનું બૂમરાણો મચી ગઈ હતી. જ્યારે બીજી લહેર દમિયાન ઓક્સિજન અને ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખુટી પડતા રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.વિષય બન્યો