શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (11:47 IST)

લગ્નમાં ભોજન સમારંભમાં થયો વિવાદ, ફેરા લીધા બાદ મંડપમાં જ થઈ ગયા છુટાછેડા .

આમ તો કોઈ કપલને છુટાછેડા લેવામાં એક લાંબી કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. અનેકવાર તેમા મહિના લાગી જાય છે. પણ અમદાવાદના ગોંડલમાં કંઈક એવુ થયુ જે કદાચ આ પહેલા ક્યારેય નહી થયુ હોય. અહી એક પતિ અને પત્ની લગ્નના થોડાક જ મિનિટમાં એકબીજાથી ડાયવોર્સ લઈને છુટા થઈ ગયા. 
 
જાન ખેડાથી ગોંડલ આવી હતી. વર પક્ષની છોકરીપક્ષ સાથે જમવા બાબતે થોડો વિવાદ થઈ ગયો.  જે એટલો વધી ગયો કે વાત છુટાછેડા સુધી આવી ગઈ. બંને પક્ષોએ પોતપોતાના વકીલોને બોલાવ્યા અને થોડાક જ મિનિટમાં નવવિવાહિત વરવધુના છુટાછેડા થઈ ગયા. છુટાછેડા પછી વરપક્ષના લોકો જાન લઈને ખાલી હાથ પાછા ફર્યા. 
 
છુટાછેડાના થોડાક જ સમય પહેલા બંનેયે સાત ફેરા લીધા હતા અને સાતેય જનમ સાથે રહેવાનુ વચન આપ્યુ હતુ. જો કે ત્યારબાદ તરત જ બંને પક્ષ વચ્ચે બોલચાલ થઈ ગઈ. જે એટલી વધી કે એકબીજા પર પ્લેટ અને ખુરશી ઉઠાવીને ફેંકવા લાગ્યા. જ્યા સુધી વાત હજુ વધતી કોઈએ પોલીસને ફોન કરી દીધો. 
 
ઘટનાસ્થળ પર પહોંચેલ પોલીસે બંને પક્ષોને શાત કરાવ્યા. મંડપમાં જ બંન પક્ષે પોતપોતાના વકીલોને બોલાવ્યા અને નવપરિણિત કપલના ડાયવોર્સ કરાવી દીધા. બંને પક્ષે થોડીવાર પહેલા એકબીજાને આપેલ ભેટ પરત કરી દીધી.