સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (18:15 IST)

વાપીની કલર બનાવતી કંપનીમાં ભીષણ આગથી મચી અફરાતફરી, મેજર કોલ જાહેર

fire in vapi
fire in vapi
નવરાત્રિના સમયમાં જ આગ લાગવાની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક આગ લાગી હતી. જેથી કામદારોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરની ગાડીઓ દોડતી થઈ હતી. તેમજ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં સોલ્વન્ટ નામનું કેમિકલ હોવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઘટનાને લઈને વાપી GIDC થર્ડ ફેસમાં આવેલી અન્ય કંપનીઓના કામદારો પણ મદદે દોડી આવ્યાં હતા. તેમજ ઘટનાની જાણ વાપી GIDCની પોલીસની ટીમને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે તૈનાત થઈ હતી.આ ઉપરાંત ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ગાડીઓ દોડતી થઈ હતી. આગ વિકરાળ હોય ફાયર વિભાગની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. વાપી GIDCમાં આવેલા 40 શેડમાં અનુપ પેન્ટ્સ કંપનીમાં આગની ઘટના બની છે. કંપની ખાતે 7 જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.ખાનગી કંપનીમાં લાગેલી આગના ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. કેમીકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ભંયકર જ્વાળાઓ ઉઠી રહી હતી. જેથી આગ પર કાબૂ મેળવવામાં ફાયરની ટીમને ખુબ જહેમત ઉઠાવવાની ફરજ પડી રહી છે.આગની ઘટનામાં 100 જેટલા ફોગ ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભીષણ આગ લાગતા કંપનીએ તૈયાર કરેલો કલરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. તેમજ આગની ઘટનામાં એક કામદારને સામાન્ય ઇજા પહોંચી છે. કંપનીના ગોડાઉનમાં સ્ટ્રોર કરેલા કલરનો જથ્થો પણ નાશ પામ્યો છે. 200 લીટર જેટલું ફોગ કેમિકલ આગ ઉપર કાબુ મેળવવા ઉપયોગમાં લેવાયું છે. 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર 90 % જેટલો કાબુ મેળવ્યો છે.