સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (12:08 IST)

ફાની વાવાઝોડાની ગુજરાતની આ ટ્રેનને થઈ સીધી અસર, સ્ટેશન પર મુસાફરો અટવાયા

ઓરિસ્સાના ફાની તોફાનની સીધી અસર વલસાડમાં પડી છે. વલસાડથી ઓરિસ્સા જતી પુરી ટ્રેન કેન્સલ કરાઈ છે, જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા છે. ફેની વાવાઝોડુ ઓરિસ્સા તરફ ફંટાઈ જતા 250 કિલોમીટરની સ્પીડે ત્રાટકશે. ત્યારે અગમચેતીના ભાગરૂપે દેશભરની 100થી વધુ ટ્રેનો કેન્સલ કરાઈ છે. ત્યારે વલસાડથી રાત્રે ઉપડતી 8.15 વાગ્યાની વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરાઈ છે. ઓરિસ્સામાં ફાની તોફાનની આગાહીને પગલે પશ્ચિમ રેલવે દ્વારા વલસાડ-પુરી એક્સપ્રેસ ટ્રેનને રદ કરાઈ છે. રાત્રે ટ્રેન ઉપડવાના અડધા કલાક પહેલા જ મુસાફરોને જાણ કરતા મુસાફરો ગિન્નાયા હતા. નારાજ મુસાફરો અગાઉ જાણ ન કરાતા સ્ટેશન પર ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે અકળાયેલા મુસાફરોને માંડ માંડ શાંત પાડવામાં આવ્યા હતા. તો વાપી, ઉમરગામ ,દમણ, સેલવાસથી આવેલા મુસાફરોને સ્ટેશન પર રહેવાની ફરજ પડી હતી. સમુદ્રકાંઠાવાળા રાજ્ય ઓડિશામાં સાઈક્લોન ફાનીના કારણે વરસાદ અને ઝડપથી  ફૂંકાતા પવન વચ્ચે સરકારે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર મોકલી દીધા છે અને લોકોને શુક્રવારે ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. આ તોફાન પુરીના દરિયાકાંઠે શુક્રવારે સવારે સાડા નવ કલાકે ટકરાય તેવી પૂરી શક્યતા છે.