ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (00:46 IST)

મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ વિભાગની ઈમારતમાં વિસ્ફોટ, રોકેટ જેવો વિસ્ફોટક હુમલો

મોહાલીમાં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરની સામે બ્લાસ્ટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરની ઈમારત પર રોકેટ જેવી વસ્તુ પડી હતી અને ત્યારબાદ વિસ્ફોટ થયો હતો.  આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. ફોરેન્સિક ટીમ પણ આ સ્થળે પહોંચી રહી છે.મુખ્યમંત્રી ભગવંત માને આ ઘટના અંગે પોલીસ પાસેથી વિસ્તૃત અહેવાલ માગ્યા છે
 
મળતી માહિતી મુજબ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ શંકાસ્પદ રોકેટ લોન્ચર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અહીં સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ એક રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ છે. તેને પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગના ત્રીજા માળે ફેંકવામાં આવ્યો હતો. હવે હેડક્વાર્ટરની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 
સામે આવેલી તસવીરો અનુસાર વિસ્ફોટકો ત્રીજા માળે પડ્યા બાદ બારીઓ તૂટી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબ પોલીસે આતંકવાદી ઘટનાનો ઈન્કાર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓફિસમાં રાખેલા વિસ્ફોટકમાં વિસ્ફોટ થયો છે. મુખ્યમંત્રીએ ડીજીપી પાસેથી મામલાની સંપૂર્ણ માહિતી લીધી છે. મુખ્યમંત્રી ભગવંત માન સતત અધિકારીઓના સંપર્કમાં છે.