રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 જુલાઈ 2022 (11:15 IST)

Exam Postponed: ભારે વરસાદના લીધે ગુજરાત વિદ્યુત નિગમ લિમિટેડની પરીક્ષા રદ

exam
ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે રાજ્ય વિદ્યુત નિગમ લિમિટેડની ભરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 13મી જુલાઈથી 16મી જુલાઈ 2022 દરમિયાન યોજાનારી વિવિધ પરીક્ષાઓમાં બેસવા જઈ રહેલા તમામ ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
 
ડેપ્યુટી જનરલ મેનેજર (એચઆર) જીએસઈસીએલ, કોર્પોરેશન ઓફિસ, વડોદરાએ નોટિસ જારી કરીને આ અંગે જાણ કરી હતી. જણાવી દઈએ કે, દેશભરના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી રહી છે. તેલંગાણાની ઓસ્માનિયા યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ ટેકનોલોજીકલ યુનિવર્સિટી, હૈદરાબાદે પણ તેમની પરીક્ષાઓ મુલતવી રાખી છે.
 
આ પહેલા તેલંગાણામાં ભારે વરસાદની ચેતવણી બાદ તમામ શૈક્ષણિક સંસ્થાઓ 3 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ અઠવાડિયે દેશભરમાં CUET UG અને NEET UG ની પરીક્ષાઓ પણ યોજાવાની છે જેમાં લાખો ઉમેદવારો ભાગ લેશે. પરીક્ષાનું એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યું છે, જેની મદદથી ઉમેદવારો ઓનલાઈન પરીક્ષામાં બેસી શકશે.