સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (13:07 IST)

પોલીસકર્મીઓની વિજ ચોરીઃ અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે 12 પોલીસકર્મીને વીજચોરી કરતા ઝડપ્યા

અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના 12 જેટલા પોલીસકર્મી વીજચોરી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા 12 પોલીસકર્મીને ક્વાર્ટર છોડવા SP નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. જેથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસ આવાસમાં SP નિર્લિપ્ત રાયની ટીમે ચેકીંગ કરતાં આવાસમાં રહેતા 12 પોલીસ જવાનોને વીજચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ તમામ પોલીસ જવાનને પોલીસ આવાસ ખાલી કરવા નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. પોલીસ ખાતામાં અને કાયદાના જાણકાર હોવા છતાં વીજચોરી કરવી ગુનો બને છે. જેથી તાત્કાલિક પોલીસ ક્વાર્ટર છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.છેલ્લા 2 વર્ષથી અમરેલીના પોલીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિર્લિપ્ત રાય ખુબ સારી કામગીરી કરી રહ્યાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુનેગારોને નાથવાનું કામ SP રાયને સોંપવામાં આવ્યુ છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પોલીસને હંફાવનાર લેડી ડોન સોનુ ડાંગર અને શિવરાજ વીંછીયા સહિત આ ગેંગના 9 સભ્યો સામે પ્રથમ એવો ગુજરાત કંટ્રોલ ટેરેરીઝમ એન્ડ ઓર્ગોનાઈઝ ક્રાઈમ એક્ટ (GUJCTOC) હેઠળનો ગુનો દાખલ કરીને દાખલો બેસાડ્યો છે. ત્યારે આજે ફરી 12 પોલીસકર્મીને વીજચોરી મામલે ઝડપી પાડી અમરેલી SP નિર્લિપ્ત રાયની કાયદા પ્રત્યેની અને ફરજ પ્રત્યેની નિષ્ઠા ફરી સામે આવી છે.