ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 એપ્રિલ 2021 (12:38 IST)

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, સારવાર અર્થે યુ.એન.મહેતામાં દાખલ કરાયા

ગુજરાતમાં કોરોના કહેર બનીને વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. તબીબી સલાહ પ્રમાણે તેમને હાલ અમદાવાદ ખાતેની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત IAS પંકજ કુમાર અને તેમનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે.

તેઓ પણ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયાં છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો વીઆઈપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. જ્યારે આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પણ કોરોનાનો પગપેસારો થયો છે. જ્યાં ત્રણ લોકો સંક્રમિત થયાં છે.