યાંથી ભણે ગુજરાત ? શાળાનો સમય પુરો થાય તે પૂર્વે ચાલતી પકડે છે શિક્ષકો !
ભાજપ સરકાર ગુજરાતમાં શિક્ષણને સુધારવા માટે ખુબ કોશિષ કરી રહી છે. જેના માટે સતત શિક્ષણને ઉપયોગમાં આવે તેવીતાલીમ અને તપાસ કાર્યક્રમો કરવામાં આવે છે. હાલમાં જ ગુજરાતના સી.આર.સી.ઓને ટેબ્લેટ પણ આપવામાં આવ્યા છે. જેથી ગુજરાતમાં થતા શિક્ષણ કાર્યની તપાસ થાય, બાળકોનું શિક્ષણ સુધરે, અમુક શિક્ષકો જે ટાઈમે નિશાળે નથી આવતા તેવા શિક્ષકો ટાઈમે નિશાળે આવતા થાય પરંતુ જાણે કે આ સી.આર.સી.ઓને કોઈની બીક જ ના હોય તેમ હજુ પણ શાળાએ ઓછાને પોતાના સાઈડ બીજનેશ જેવા કે કંટ્રકશન સાઈડો પર વધુ જોવા મળે છે.
કેટલીક શાળાઓમાં શાળાના સમય થઈ ગયો હોય નિશાળ સાફ થઈ ગઈ હોય પાર્થના ચાલુ થઈ ગઈ હોય પછી શિક્ષકો પધારે છે. જયારે કયારે તો શિક્ષકો જાણે શાળાએ આરામ કરવા આવતા હોય તેમ કલાસમાં જવાના બદલે ટેસથી આરામ ફરમાવતા હોય છે. બાળકો આટા-મારતા હોય છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં શિક્ષણાધિકારી, તાલુકામાં કેનીની નિમણુંક કરવામાં આવી છે. પણ અમરેલીમાં શિક્ષણાધિકારી કે કેની લગભગ શાળાની મુલાકાત લઈ તપાસમાં કોઈ ભુમીકા ભજવતા નથી.
અમરેલી જિલ્લામાં શિક્ષણ વિભાગમાં કોઈ તપાસ કરનારૂ ના હોય શિક્ષકોને કે બીજા લોકોને કોઈની બીક જ ના હોય તેવો માહોલ છે. જો શિક્ષણાધિકારી આ અંગે કોઈ કાર્યવાહી નહી કરે તો આવતા દિવસોમાં આવી શાળાઓ પર વાલીઓની સાથે રેડ પાડવામાં આવશે અને શિક્ષણાધિકારીની ઓફીસનો પણ ઘેરાવ કરવામાં આવશે અને શિક્ષણમંત્રીને રજુઆત કરવામાં આવશે.
અમરેલી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન કોઠીવાળે રાજયનાં શિક્ષણમંત્રીને પત્ર પાઠવેલ છે. પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્લાની જે પ્રાથમિક શાળાઓના ઓરડાઓ જર્જરીત હાલતમાં હતા તેવી અંદાજિત 40 શાળાઓના તમામ ઓરડાઓ પાડવાની મંજૂરી અત્રેથી છેલ્લા એક વર્ષથી આપવામાં આવેલ છે. તે શાળાઓના બાળકોને હાલમાં અન્ય વૈકલ્પીક વ્યવસ્થા કરી ભણતર આપવામાં આવે છે.
તેમજ ત્યાંના વાલીઓ, ગામજનો તરફથી પણ નવા ઓરડાઓ નહીં બાબતે ઉગ્ર રોષ થઈ રહયો છે. તથા અમરેલી જિલ્લામાં અંદાજિત પ00 ઓરડાઓની ઘટ છે. તેમજ હજુ પણ ઘણી પ્રાથમિક શાળાઓના ઓરડાઓ પાડવા અંગેની મંજૂરી પ્રક્રિયા ચાલુ છે. વધુમાં જણાવેલ છે કે, ઉકત ઓરડાઓ પાડી દેવામાં આવેલ છે. જેથી નવા ઓરડાઓ બનાવવાના રહે છે. પરંતુ તે ઓરડાઓ બનાવવા માટે અત્રેથી અવાર નવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી જરૂરી ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી.