શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 એપ્રિલ 2018 (12:39 IST)

ગુજરાતમાં એપ્રિલ માસમાં ભૂકંપના ૩૧ આંચકા આવ્યા

ગુજરાતમાં ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં ભૂકંપનાં કુલ ૪૫ આંચકાઓ આવી ચૂક્યા છે. જેમાં ચાલુ એપ્રિલ માસમાં જ સૌથી વધુ ૩૧ આંચકાઓ આવ્યા હતા. ગઇકાલે શનિવારે દક્ષિણ ગુજરાતમાં ૩.૭ ની તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો. એપ્રિલ માસમાં રિક્ટર સ્કેલ પર ૩ થી વધુ તીવ્રતાના ૪ તેમજ ચાલુ વર્ષમાં કુલ ૧૮ આંચકા અત્યાર સુધીમાં આવી ચૂક્યા છે. ગઇકાલે શનિવારે દક્ષિણ ગુજરાતમાં ૩.૭ની તિવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાંચ જિલ્લાઓમાં તેના આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપને લઇને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે ભૂકંપના નિષ્ણાતોના મતે પાંચથી ઓછી તીવ્રતાવાળા ભૂકંપના આંચકાથી ડરવાની કોઇ જરૃર નથી. આવા આંચકથી માત્ર જમીનમાં કંપન થાય છે. પરંતુ જાનમાલને નુકશાની થતી હોતી નથી. રિક્ટર સ્કેલ પર ૭ થી વધુની તીવ્રતા હોય તો જાનમાલને નુકશાની થવાની સંભાવના રહેલી હોય છે. કચ્છમાં ૨ થી ૩ ની તિવ્રતાના આંચકા સામાન્ય રીતે આવતા જ રહેતા હોય છે.