રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 22 સપ્ટેમ્બર 2020 (11:08 IST)

વિધાનસભા સત્ર દરમિયાન લોકોને થતાં દંડની કાર્યવાહી વિરૂદ્ધ કોંગ્રેસના દેખાવો

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઇ ગયું છે. જેમાં સૌપ્રથમ ગૃહના મૃત્યુ પામેલા ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલી આપવાનો શોકદર્શક ઉલ્લેખ રજૂ થયો છે. ત્યારબાદ ગૃહમાં કોરોના વોરિયર્સ અંગેની અઢી કલાકની ચર્ચા ત્યારબાદ વિવિધ વિધેયકો અને વટહૂકમોની સાથે ટૂંકી મુદ્દતના પ્રશ્નો રજૂ થશે. ગૃહ શરૂ થયા તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોના સામે નિષ્ફળ સરકાર, પ્રજાને મારે દંડનો માર બેનર સાથે સરકારની દંડનીતિ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાંચ દિવસના સત્ર દરમિયાન 6 બેઠક મળવાની છે. કોરોના મહામારી વચ્ચે પ્રજા બેહાલીનો સામનો કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આરોગ્ય, ખેડૂતો, આદિવાસીઓ, મધ્યમ વર્ગ કારીગર, શિક્ષણ અને અન્ય બાબતોને લઈ રાજ્ય સરકારને ઘેરવા માટે તૈયાર છે. વિધાનસભાના પાંચ દિવસના સત્ર દરમિયાન 24 જેટલા વિધેયકો અને વટહુકમો પસાર કરાશે. આ સિવાય રાજ્ય સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારને અલગ ઓથોરિટી સ્થાપી છે. એ તર્જ પર જ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા ખાતે આવેલા શક્તિપીઠ અંબાજી વિસ્તારને અલગ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં તબદિલ કરવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. અંબાજી વિસ્તાર વિકાસ નિયમન એક્ટ-2020નો મુદ્દો તૈયાર કરવામાં આવ્યો છે