સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જુલાઈ 2017 (15:18 IST)

દૂધસાગર ડેરીના કર્મચારીએ માઉન્ટ એલ્બ્રુસની ૧૮,પ૦૦ ફૂટની ઊંચાઈ સર કરી

મહેસાણાની જાણીતી દૂધસાગર ડેરીના કર્મચારીએ એવરેસ્ટ પર ટ્રેનિંગ લઈને રશિયાના માઉન્ટ એલ્બૃસની  ૧૮,પ૦૦ ફૂટની ઊંચાઈ સર કરીને જિલ્લાનું તથા દેશનું નામ રોશન કર્યું છે. આ પર્વતારોહકે રશિયન માઉન્ટ એલ્બ્રુસની પ,૬૪ર મીટરની ઊંચાઈ પર ભારતનો રાષ્ટ્રધ્વજ અને દૂધસાગર ડેરીનાં બેનર ફરકાવ્યાં હતાં. હરિયાણાના આ યુવકે મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ હરિયાણા રાજ્યનો ર૬ વર્ષનો વિરેન્દ્ર પાનુ નામનો યુવાન મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. તેણે અગાઉ માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણની તાલીમ લીધી હતી. આ ઉપરાંત તેણે અટલ બિહારી બાજપાઈ માઉન્ટેરીયન ઈન્સ્ટીટયુટ ઓફ મનાલીમાં પણ તાલીમ લીધી હતી.  પર્વતારોહણનો શોખ ધરાવતો વીરેન્દ્ર પાનુ અન્ય ટ્રેકર્સ સાથે રશિયા પહોંચ્યો હતો અને માઉન્ટ એલ્બ્રુસ પર પર્વતારોહણ કર્યુ હતું. આ માટે દૂધ સાગર ડેરીએ તેણે પ્રોત્સાહન પુરું પાડયું હતું. આ યુવાને ર્બિફલા પહાડોમાં ચઢાણ પાર પાડી માઉન્ટ એલ્બ્રુસની ૧૮,પ૦૦ ફૂટની (પ,૬૪ર મીટર)ની ઊંચાઈ સર કરી હતી અને દૂધસાગર તેમજ ભારતના રાષ્ટ્રધ્વજના ફ્લેગ ફરકાવ્યા હતા. રશિયાની ભૂમિ પર મહેસાણા અને રાજ્યનું ગૌરવ વધારી આ યુવાન બુધવારે પરત ફરનાર છે.