બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 એપ્રિલ 2022 (09:58 IST)

વાલીઓ ગુજરાત છોડી દે કહેનારા જિતુ વાઘાણીના શિસ્તભંગનાં પગલાં સાથે રાજીનામું લઈ લેવાની માંગ

jitu
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યપાલ, વડાપ્રધાન સહિતને ફરિયાદ કરી જણાવ્યું છે કે, વાણી વિલાસ કરી સત્તાના પદમાં શિક્ષણને વેપાર બનાવનાર સંચાલકો સાથે સાઠગાંઠ રચી વાલી અને વિદ્યાર્થીઓને ગુજરાત છોડી જવાનું જાહેરમાં નિવેદન આપતા ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સામે શિસ્ત ભંગના પગલા સાથે રાજીનામું લેવું જોઈએ.

રાજકોટ ખાતે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ જેમને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતુ હોય તે જે દેશ-રાજ્યમાં સારું લાગે ત્યાં જતા રહેવા ના નિવેદન સામે ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ફરિયાદ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, ચૂંટણી કમિશનર અને વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરી છે. અગાઉ પણ બાળકો ખુલ્લામાં ભણતા હોય તો ભલે ભણે અમે ભણ્યા હતા તેવા નિવેદન સામે ગુજરાત હાઇકોર્ટમાં તેમની સામે સુવો મોટો કાર્યવાહી હાથ ધરાઇ હતી.

વાલી મંડળે જિતુ વાઘાણીને ગુજરાત છોડી બીજે ચાલ્યા જવાનું કહેનાર આપ કોણ છો? તમે તો પોતાને જનતાના સેવક ગણાવો છોને? માલિક કેવી રીતે બની ગયા ? આ કઇ વાતનો દંભ છે? આ જનતા છે એક નહી હજાર વખત સવાલ પૂછશે અને દરેક વખતે તમારે જવાબ આપવો પડશે. ગુજરાતની શિક્ષણની સ્થિતિથી તમે સારી રીતે વાકેફ છો અને જો ન હોવ તો શિક્ષણમંત્રી જેવા પદે તમારે રહેવું જોઇએ નહીં. વાલીઓની તકલીફ જુઓ તેઓ પોતાની અડધાથી વધારે કમાણી બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે. ફી, નોટ-બુકસ, ડ્રેસ, ટ્રાન્સપોર્ટેશનના નામે લૂંટ ચાલી રહી છે અને તમે આત્મમુગ્ધ બનીને ગુજરાતના શિક્ષણને દેશમાં સર્વશ્રેષ્ઠ કહો છો.