ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (11:16 IST)

સત્તાનો દુરઉપયોગ: કોન્સ્ટેબલો ખોટા મેમો ફટકારતાં આઇપીએસ અધિકારીને ફટકાર, 500 મેમો રદ કર્યા

ટ્રાફિકના નવા નિયમ મુજબ અમદાવાદ પોલીસે દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે. પોલીસ જે પણ વાહનચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તેની સામે કાર્યવાહી કરી રહી છે. અહીં પણ પોલીસના બે અલગ અલગ રૂપ જોવા મળી રહ્યા છે. એકતરફ ખોટા મેમો  ફાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ માનવીય અભિગમ દર્શાવી અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવી રહી છે. 
 
પોલીસે રોંગ સાઈડમાં જતાં વાહનચાલકો હેલ્મેટ વગર, સિગ્નલ ભંગ કરતા વાહનચાલકોને નવા દંડ ફટકારી રહી છે. આજે સવારથી શહેરના તમામ મોટા જંક્શન પર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી છે. જેમાં ટૂ-વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ વગર રૂપિયા 500નો દંડ ફટકારી રહી છે.
 
જ્યારે શહેરમાં ખોટા મેમો ફાડી દંડ વસૂલવાની પણ સામે આવી છે. અમદાવાદ પોલીસના એક માથાભારે આઇપીએસ અધિકારીએ ૫૦૦થી વધુ કર્મચારીઓને નાની નાની બાબતમાં સાવ ખોટી રીતે ભારે રકમનો દંડ ફટકાર્યો હતો. આ અંગે પોલીસ સ્ટેશનના રાઈટરે પોલીસ કમિશ્નર સમક્ષ રજૂઆત કરી હતી. 
 
જેમાં આઇપીએસ અધિકારીએ પોલીસ સ્ટેશનના 500થી વધુ પોલીસ કર્મીઓને કારણદર્શક નોટિસ ફટકારી બાદમાં દંડ ફટકાર્યા હતા. આ 500થી વધુ પોલીસકર્મીઓને ફુલ પગાર, અડધો પગાર, તેમજ રૂ. 100, 500, 2 હજાર, 3 હજાર, 5 હજાર દંડ જેટલા દંડ ફટકાર્યા હતા. આ દરમિયાનમાં એક પોલીસ સ્ટેશનના રાઇટરનો વાંક ન હોવા છતાં તેને પાંચ હજાર દંડ ફટકાર્યો હતો.
 
પોલીસ કમિશ્નરે આ અંગે પ્રાથમિક તપાસ કરી હતી જેમાં ૫ હજાર દંડ વધુ અને ગેરવ્યાજબી હોવાથી નિર્દોષ રાઇટરનો દંડ માફ કર્યો હતો. ઉપરાંત અન્ય તમામ કર્મચારીઓના દંડ માફ કરીને આઇપીએસ અધિકારીને કડક શબ્દોમાં ઠપકો આપવામાં આવ્યો હતો.