શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (14:31 IST)

વડોદરામાં કંપનીના મહત્વના ડેટા વેચી મરનાર ઇન્સ્પેક્ટર કોર્ડિનેટ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ

વડોદરા શહેરમાં ખાનગી કંપનીના મહત્વના ડેટા અન્ય કંપનીને વેચી તગડી કમાણીની સાથે કંપનીને આર્થિક નુકસાન પહોંચાડનાર કંપનીનાં ઇન્સ્પેક્ટર કોર્ડિનેટ વિરુદ્ધ  કંપની સંચાલકે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 
 
ઇન્સ્પેક્ટર કોર્ડિનેટના લેપટોપમાં કંપનીની વિગતો હતી
વડોદરા શહેરના ડભોઇ રિંગ રોડ ઉપર રહેતા અને તરસાલી વિસ્તારમાં ખાનગી કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રશાંતભાઈ સુથારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપનીમાં ઇન્સ્પેક્ટર કોર્ડિનેટ તરીકે દિપેનભાઇ પાંચની નોકરી કરતા હતા. તેમના લેપટોપમાં ગ્રાહકોની વિગત, કંપનીના ઇન્સ્પેક્શન રિપોર્ટ અને દેશ-વિદેશમાં કામ કરતા ઇન્સ્પેક્ટરની વિગતો હતી.
 
કંપનીનો ડેટા વેચી કમાણી કરી
દરમિયાન પોતાની સગાઇના બહાને દીપેન રજા પર ઉતર્યો હતો. ત્યારબાદ પરત ફરી તેણે સગાઇના ફોટો બતાવ્યા હતા. જોકે તે ફોટો જૂના હોવાથી તેની સામે શંકા ઉપજી હતી. પૂછપરછ દરમિયાન દીપેને જણાવ્યું હતું કે, પોતે ફેથ એન્જિનિયરિંગ અને ઇન્સ્પેક્શન સર્વિસીસ નામની કંપની પ્રોપરાઇટર સાથે ચલાવી આ કંપનીના ડેટાનો મારી કંપનીમાં ઉપયોગ કરી તેઓની પાસેથી કમાણી કરું છું.
 
મેનેજિગ ડિરેક્ટરે ભેજાબાજ સામે ફરિયાદ નોંધાવી
દિપેને ચોકાવનારી કબુલાત કરતાં મેનેજિગ ડિરેક્ટરે ભેજાબાજ દિપેન વિરુદ્ધ તમામ પુરાવા સાથે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોધાવી હતી. સાઇબર ક્રાઇમે ફરિયાદના આધારે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.