શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જૂન 2018 (12:28 IST)

ઘોઘા થી દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ બંધ થઈ ગઈ

ઘોઘા દહેજ વચ્ચે શરૂ થયેલી રો-રો ફેરી સર્વિસ સપ્ટેમ્બર સુધી ફરીથી એક વાર બંધ થઈ ગઇ છે. સરકારે ઉતાવળમાં 22 ઓક્ટોમ્બર 2017નાં રોજ આ રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. આ મામલે GMBએ દરિયાઈ હવામાન ખરાબ હોવાનું કારણ આપ્યું છે. આ રો-રો ફેરી શરૂ કરવા માટે 25 જાન્યુઆરી 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ખાતમૂહૂર્ત પણ કર્યું હતું. અનેક વખત હવામાનનું બહાનું કાઢીને ફેરી સર્વિસ સમયાંતરે 12 દિવસ માટે બંધ કરવામાં આવતી હતી. પરંતુ તાજેતરમાં GMBએ રો-રો ફેરી સર્વિસનાં સંચાલકોને નોટિસ પાઠવી આ સર્વિસ બંધ કરવા જણાવ્યું છે. તો તાજેતરમાં ભાવનગર આવેલાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભાવનગર દહેજ વચ્ચે રો પેક્સ સર્વિસ શરૂ થતી હોવાને કારણે આ ફેરી બંધ કરવામાં આવી છે અને સપ્ટેમ્બરમાં આ ફેરી ફરી શરૂ થશે એમ જણાવ્યું હતું. આ મામલે એવું પણ જાણવા મળ્યું છે કે, ખંભાતનાં અખાતનો દરિયો અત્યંત કરંટવાળો હોવાંથી અને હાલ દરિયો તોફાની હોવાંથી આ સેવા બંધ કરવામાં આવી છે.