વાવાઝોડાના લીધે ગુજરાતના 6 જિલ્લાઓમાં એલર્ટ જાહેર
કેરલમાં સોમવારે પોતાના નક્કી સમય એટલે કે એક જૂનથી મોનસૂને દસ્તક દીધી છે. આ કારણે ત્યાંના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે આશા છે કે દેશના અન્ય રાજ્યોમાં પણ મોનસૂન પણ સમયસર પહોંચશે. આ સાથે જ હવામાન વિભાગે બીજા તબક્કાની જાહેરાત કરતાં 41% ટકા મોનસૂન સામાન્ય રહેશે. જોકે આ વાતની ફક્ત 5% આશંકા છે કે મોનસૂન સામાન્ય રહેશે.
પૂર્વ મધ્ય અને નિકટવર્તી દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં ઉદભવેલા નિસર્ગ વાવાઝોડાની અસરથી ત્રણ અને ચાર જૂનના રોજ સુરત સહીત ગુજરાતના ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે. છ જિલ્લાઓ એલર્ટ પર છે. ચક્રવાતી વાવાઝોડાના લીધે સોમવારે પણ સવારે સુરત, ડાંગ, તાપી અને અમરેલી સહિત ઘણા સ્થળોએ પવન ફૂંકાયો હતો. જ્યારે ઘણી જગ્યાએ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે જૂના રોજ દક્ષિણ ગુજરાત તટ પર 60 કિમી પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાશે. આ ત્રણ અને જૂનના રોજ 110 કિમી પ્રતિ કલાક ગતિ સુધી પહોંચી જશે. વાવાઝોડું ટકરાવવાની આશંકાને જોતા ગુજરાત સરકારે સુરત, ભરૂચ, નવસારી વલસાડ, ડાંગ અમરેલી અને ભાવનગર જિલ્લાઓના નિચલા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનો આદેશ કર્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ‘નિસર્ગ’ વાવાઝોડાની આગાહીના પગલે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામો પ્રભાવિત થવાની શક્યતા ને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે.
નિસર્ગ’ વાવાઝોડું દક્ષિણ ગુજરાત ના દરિયા ને ઘમરોળે તેવી શક્યતાઓ ને લઈ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને વલસાડ સહિત નવસારી જિલ્લા તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. દરિયા માંથી તમામ બોટ પરત આવી ગઈ છે,અને માછીમારોએ ત્રણ દિવસથી માછીમારી બંધ કરી દીધી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.