રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2019 (16:18 IST)

ગ્રાહકો રેસ્ટોરન્ટો અને હોટલોના રસોડામાં પ્રવેશી શકશે, ગુજરાત સરકારનો નવો કાયદો

બહાર જમવા માટે જતા લોકો હવે હોટલ કે રેસ્ટોરન્ટના કિચનમાં ડોકિયુ કરીને ભોજન કેવી રીતે બને છે તે ચેક કરી શકશે. ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે રાજ્યોના તમામ શહેરોના કોર્પોરેશનોને એક પરિપત્ર પાઠવીને આદેશ આપ્યો છે કે, દરેક કોર્પોરેશનના આરોગ્ય વિભાગે પોતાના શહેરની હોટલો, રેસ્ટોરન્ટ, કેન્ટીન એમ તમામ જગ્યાએ તપાસ કરીને રસોડાની બહાર લગાડવામાં આવતા  પ્રવેશ અંગેના બોર્ડ લગાડ્યા હોય તો તે હટાવી લેવડાવવાના રહેશે.પરિપત્રમાં વધુમાં જણાવાયુ છે કે, દરેક હોટલ અને રેસ્ટોરોન્ટોનુ કિચન સ્વચ્છ રહે તેનુ ધ્યાન રાખવાનુ રહેશે. ઉપરાંત ગ્રાહકો રસોડામાં જોઈ શકે તે રીતે કાચની બારી અથવા તો દરવાજો મુકાવવાનો રહેશે.હોટલો અને રેસ્ટોરન્ટોમાં છાશવારે થતા ચેકિંગમાં ભોજન બનાવવા માટે વાસી અથવા ગુણવત્તા વગરની સામગ્રીઓનો ઉપયોગ થતો હોવાનુ બહાર આવતુ હોય છે ત્યારે આ આદેશના કારણે હવે જમવા માટે જનારા લોકો પોતે પણ ભોજન કેવી રીતે બની શકે છે તે જોઈ શકશે અને તેના કારણે હોટલો અને રેસ્ટોરન્ટોના સંચાલકો સજાગ રહેશે તેવુ મનાઈ રહ્યુ છે.