સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. સુરત ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (13:42 IST)

સુરતમાં ઢોલ-નગારા સાથે થિયેટર પહોંચ્યા 200 પરિવાર, આ ફિલ્મને જોવાનીને બધાને ઇચ્છા

સુરત: સુરતમાં આજે 200 પરિવાર એકસાથે એક ફિલ્મ જોવા માટે ગયો હતો. મરાઠાઓનું અભિમાન એવા યોદ્ધા શિવાજી મહારાજના સૌથી વફાદાર સુબેદાર તાનાજી માલુસરેના જીવન પર બનેલી અજય દેવગણની ફિલ્મ 'તાનાજી:ધ અનસંગ વોરિયર'ને લોકો પાસેથી સારો રિસ્પોન્સ મળતો દેખાઇ રહ્યો છે. ફિલ્મમાં કૌંધાનાના કિલ્લાને જીતવાની લડાઇની વાત છે. મુગલો દ્વારા મરાઠાઓના કિલ્લાઓને લઇ લેવામાં આવ્યા હતા. આજની યુવા પેઢી તાનાજી જેવા વીર પુરૂષો વિશે જાણે, આ ઉદ્દેશ્યની સાથે સુરતમાં 200 પરિવાર એક સાથે આ ફિલ્મ જોવા ગયા હતા. આ દરમિયાન ઢોલ-નગારા અને કેસરિયા ધ્વજ સાથે અને રાષ્ટ્રીય ધ્વજ સાથે લોકો ભારત માતાની જયના નારા લગાવ્યા. 

તમને જણાવી દઇએ કે તાનાજી: ધ અનસંગ વોરિયરને હાલમાં દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી 'તાનાજી' પોતાના ઓપનિંગ ડેથી જ બોક્સ ઓફિસ પર હંગામો મચાવી રહી છે. આ ફિલ્મે પોતાના પહેલા અઠવાડિયામાં જ 100 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. તો બીજી તરફ બીજા વીકએન્ડ પર પર પણ તેનો જલવો જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ ઇન્ડીયાના અનુસાર અત્યાર સુધી આ ફિલ્મની કમાણી લગભગ 141 કરોડ રૂપિયા પહોંચી ચૂકી છે. 

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત 'તાનાજી: ધ અનસંગ વોરિયર'માં અજય દેવગણ ઉપરાંત સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેલકર, નેહા શર્મા અને પદ્માવતી રાવ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ઓમ રાઉતે 'તાનાજી: ધ અનસંગ વોરિયર' દ્વારા બોલીવુડ ફિલ્મ નિર્દેશનમાં પગ મુકવાની સાથે જ સાબિત કરી દીધું છે કે તે એક સારી પીરિયડ ફિલ્મ બનાવી શકે છે. ફિલ્મના એક-એક સીન પર ઓમ રાઉતે પણ બારીકાઇપૂર્વક કામ કર્યું છે. આ ફિલ્મ મરાઠાઓની શૂરવીરતા દર્શાવવામાં સફળ સાબિત થઇ છે.