રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2020 (12:21 IST)

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત, કુલ 695 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસનો કહેર વધતો જાય છે ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 45 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પીડિતોની સંખ્યા અત્યાર સુધી 695 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 30 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 59 લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.
 
ભારતમાં કોરોના વાયરસના કુલ 10,815 કેસ, 353ના મોત
તાજેતરના આંકડાઓની વાત કરીએ તો વિતેલા 24 કલાકમાં કોરોનાથી 24 મોત અને 1463 નવા કેસો સામે આવ્યા છે. આ આંકડો અત્યાર સુધીનો ચેપ ફેલાવાનો સૌથી ઝડપી આંકડો છે. ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 10815 છે. જે દરમિયાન 1190 લોકો સારવાર દરમિયાન ઠીક થઇને હોસ્પિટલમાંથી છૂટી મેળવી લીધી છે. આ વાયરસને કારણે ભારતમાં મૃત્યુઆંક 353 થયો છે. આ માહિતી સ્વાસ્થ મંત્રાલય દ્રારા સમયસર કરવામાં આવી રહેલી પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવી હતી. 
 
કયા જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ : 404
વડોદરા : 116
સુરત :  48
ભાવનગર :  26
રાજકોટ : 18
ગાંધીનગર :  16
પાટણ :  14
ભરૂચ : 11
આણંદ : 10
પંચમહાલ :  5
છોટાઉદેપુર : 5
મહેસાણા : 4
કચ્છ :  4
પોરબંદર : 3
ગીર સોમનાથ : 2
દાહોદ : 2
બનાસકાંઠા : 2
ખેડા : 1
બોટાદ : 1
જામનગર : 1
મોરબી : 1
સાબરકાંઠા : 1
 
કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો
 
• કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તા.૧૪/૦૪/૨૦૨૦ મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે.
 
જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે આ પરિસ્થિતીમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે  તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 
• રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.૧૪/૦૪/૨૦૨૦ સુધીમાં ૧૩૩૫થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્તબાળકોને ૧૪૫૨ યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે.  ૫૪૬ બાળકોને દવાઓ આપવામાં આવી છે.
• રાજયમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નર (આ.) ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.
 
વેન્ટીલેટરઅનેવેન્ટીલેટર કેર તાલીમ
• રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને  સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્‍ટીલેટર ઉપલબ્ધ છે. વધુ ૧,૦૦૦ વેન્ટીલેટર ખરીદીનો આદેશ આપેલ છે. વધુમાં ૪૩ વેન્ટીલેટર દિલ્હી ખાતેથી રાજ્ય સરકારને  મળેલ છે.
• રાજયના ર્ડાકટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજયની મેડીકલ કોલેજોમાં તા.૨૧/૦૩/૨૦૨૦ થી શરૂ કરેલ છે. અને તા.૦૫/૦૪/૨૦૨૦ સુધીમાં ૩૫૨૨ આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવેલ છે.
• તા.૦૮/૦૪/૨૦૨૦ સુધીમાં ૯૦૩૧  આરોગ્યકર્મીઓની તાલીમ પૂરી કરાવવામાં આવનાર છે. 
 
૧૧૦૦ અને ઈમેલ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા
• રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.
• વધુમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરીસ્થિતીમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ નંબર ઉપર સવારના ૦૯:૦૦ થી ૧૦:૦૦ ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે. 
• તા.૧૪/૦૪/૨૦૨૦ સુધીમાં આ હેલ્પલાઇન ઉપર ૩૬૮૯ જેટલા કોલ આવેલ જેમને સારવાર સહીતની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
 
• રાજયના તમામ હોસ્પિટલો અને તબીબો પાસેથી SARIના કેસોની માહીતી તાત્કાલિક મળી રહે  તે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા Dr.TeCHO Applicationશરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત૩૩૦૪જેટલા ખાનગી તબીબોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. 
 
• રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસથિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકારે ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે.
 
• રાજયમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ ખાતે ૨૫૦ અને સુરત ખાતે ૫૦૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે સરકારી અને ખાનગી ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવેલ છે. કુલ રાજયમાં ૮૪૦૦ બેડની સુવિધાની તૈયારી કરેલ છે. જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે. 
 
• રાજ્યની અમદાવાદમાં ત્રણ  તેમજ  સુરત, વડોદરા, ભાવનગર, જામનગરતથા રાજકોટ ખાતેની સરકારી મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરીન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરીઅને પાનજીનોમિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-૧૯ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
 
• ભારત સરકારની ગાઈડલાઈન અનુસાર રાજ્યના જે જિલ્લા કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયેલ નથી તેવા જિલ્લાઓમાં SARI અને ILI ના કેસોનું સેમ્પલ લેવામાં આવી રહેલ છે. જે પૈકી૦૨ પોઝીટીવ અને ૧૪૬૩ નેગેટીવ આવેલ છે.
 
ડ્રગ્ઝ એન્ડ લોજીસ્ટીક 
• ભારત સરકારશ્રી દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-૯૫ માસ્ક૯.૭૫ લાખ,પી.પી.ઇ. કીટ૩.૫૮ લાખ અને ટ્રીપલ લેયર માસ્ક ૧.૨૩ કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહયો છે.
 
• COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની દવા ટેબ. હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલ છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોકટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.
 
માનવ સંસાધન 
• COVID-19 રોગચાળા અંતર્ગત આરોગ્ય સેવાઓને વિપરિત અસર ન પડે તે હેતુથી રાજ્ય સરકારે આરોગ્ય વિભાગમાં કાર્યરત તા.૩૧.૦૩.૨૦૨૦ અને તા.૩૦.૦૪.૨૦૨૦ ના રોજ વય નિવૃત થતાં તમામ અધિકારી/કર્મચારીઓની નિવૃત્તિ તા.૩૧.૦૫.૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. વધુમાં રાજ્ય સરકારે સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે તબીબોની અછત ઘટાડવા ૧૧ માસના કરારીય ધોરણે નિમણુંક આપવાનો નિર્ણય લીધો છે. જેના પરીણામે પણ રાજ્યમાં વધુમાં વધુ તબીબોની ઉપલબ્ધિ થશે.
 
કલ્સટર કન્ટેન્મેન્ટ
શહેર વિસ્તારમાં જોવા મળેલ પોઝીટીવ દર્દીઓના કલ્સટરના પગલે સરકારે આ વિસ્તારમાં કલ્સટર કન્ટેન્મેન્ટ કામગીરી હાથ ધરી છે. જેમાં આ વિસ્તારોને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવે છે. તેમજ સઘન સર્વે હાથ ધરી હાઇ રીસ્ક અને રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢી તેઓને નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવે છે.