રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 માર્ચ 2020 (15:13 IST)

Coronavirus:Updates Gujarat કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો, કોરોના વાઇરસના 13 જેટલા પોઝિટિવ કેસ

કોરોના વાઇરસના 13 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં 12 જેટલા વિદેશથી આવેલા ભારતીયો છે. જોકે આજે સુરતમાં જે કેસ નોંધાયો છે તે સ્થાનિ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, આપણે અત્યારે ફેઝ 2 અને 3ની વચ્ચે છીએ. નોંધનીય છે કે, અત્યાર સુધી જેટલા પણ પોઝિટિવ કેસ નોંધાયા છે એ તમામ વિદેશથી આવેલા નાગરિકોમાં નોંધાયા છે.
 
આજે ફરીથી રાજસ્થાનમાં 6 નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તેમાંથી 5 કેસ ભીલવાડા જિલ્લાથી અને એક જયપુરથી સામે આવ્યા છે. તો આ તરફ ગુજરાતમાંથી પણ વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે.
 
વડોદરામાં કોરોનાનો ત્રીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. શ્રીલંકાથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વ્યક્તિ 14મી માર્ચના રોજ શ્રીલંકાથી વડોદરા પરત આવ્યો હતો. સયાજી હોસ્પિટલના આઈશોલેશન વોર્ડમાં 52 વર્ષના દર્દીને રાખવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે ગત રોજ એકજ દિવસમાં બે પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કુલ આઠ કેસ નોંધાયા છે. 
 
જેમાં અત્યાર સુધીનાં પોઝિટિવ કેસની જો વાત કરીએ તો અમદાવાદમાં 3 અને વડોદરામાં 2 પોઝિટિવ અને સુરત-રાજકોટમાં 1-1 કેસ નોંધાયા બાદ હવે ફરીથી વડોદરામાં એક નવો કેસ નોંધાયો છે.
 
 
મળતી માહિતી અનુસાર, આ આધેડ શ્રીલંકા ગયા હતાં અને ત્યાંથી તેઓ પરત આવ્યાં બાદ એકાએક તેમની તબિયત લથડવા લાગી. જેથી તેઓની તબિયત લથડતા જ તેમને વડોદરાની સરકારી હૉસ્પિટલ SSGમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યાં હતાં. 18મી માર્ચથી વડોદરાની SSG હૉસ્પિટલમાં આ આધેડ સારવાર લઈ રહ્યાં હતાં. જેથી તેમની સારવાર બાદ અંતે જાણવા મળ્યું કે તેમનો કેસ પોઝિટિવ છે. જેથી હવે સમગ્ર રાજ્યમાં કોરોનાને લઇ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
 
રાજ્યનાં 14 જિલ્લાઓમાં કલમ 144 લાગુ
કોરોનાની સાવચેતીને ધ્યાનમાં રાખતા હાલમાં સમગ્ર રાજ્યનાં જિલ્લા પ્રસાશનોએ જુદી-જુદી જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દીધી છે. જેવાં કે, રાજ્યનાં મહાનગરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ઉપરાંત અન્ય કેટલાંક જિલ્લાઓમાં પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ તમામ જિલ્લાઓમાં ધાર્મિક કાર્યક્રમો, સામાજિક મેળવાડા તેમજ લગ્ન પ્રસંગો સહિત કંઇ પણ ભીડભાડ ભરેલાં કાર્યક્રમો નહીં થઇ શકે. આ ઉપરાંત સરકારે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપતા રવિવારનાં રોજ 22 માર્ચનાં જનતા કરફ્યુને લઇ અપીલ કરી છે અને લોકોને કામકાજ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.