ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 10,742 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 15,269 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 5,93,666 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 81.85 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં આજે કોરોનાના નવા 10,742 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 15,269 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 81.85 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5,93,666 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,22,847 એક્ટિવ દર્દી છે, જે પૈકી 796 લોકો વેન્ટિલેટર પર છે અને 1,22,051 લોકો સ્ટેબલ છે. 5,93,666 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,840 લોકોનાં મોત નિપજ્યાં છે.
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 6, જામનગર કોર્પોરેશનમાં 5, ભાવનગર કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 4 દર્દીના મોત થયા છે.
આ ઉપરાંત મહેસાણા 4, વડોદરા 4, રાજકોટ 5, સુરત 6, અમરેલી 3, જુનાગઢ 7, પંચમહાલ 3, કચ્છ 3, આણંદ 1, જામનગર 4, ભરૂચ 3, ગીર સોમનાથ 1, ખેડા 1, પાટણ 2, દેવભૂમિ દ્વારાકા 1, ભાવનગર 1, ગાંધીનગર 2, સાબરકાંઠા 2, દાહોદ 1, મહિસાગર 2, નવસારી 1, અરવલ્લી 2, અમદાવાદ 1, તાપી 1 અને છોટા ઉદેપુર 1 દર્દીઓનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 109 દર્દીઓના મોત થયા છે.