ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 15 એપ્રિલ 2021 (19:47 IST)

ગુજરાતમાં કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ, પ્રથમવાર નવા કેસ 8 હજારને પાર, 81ના મોત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરએ ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. બુધવારે કોરોનાના કેસ 7410 નોધાયા હતા. જ્યારે આજે તમામ રેકોર્ડ તોડતાં કોવિડ 19ના 8152 કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
અત્યાર સુધીમાં 86,29,022 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 12,53,033 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 98,82,055 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 93,457 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,186 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 44,298 એક્ટિવ દર્દી છે, જે પૈકી 267 લોકો વેન્ટિલેટર પર છે અને 44,031 લોકો સ્ટેબલ છે. 3,26,394 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 5076 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 81 લોકોનાં દુખદ નિધન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનનાં 27, સુરત કોર્પોરેશન 25, રાજકોટ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 6, ગાંધીનગર કોર્પોરેશન 2, બનાસકાંઠા 2, સુરત 1, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, આણંદ 1, ભરૂચ 1, ગાંધીનગર 1, જુનાગઢ 1, સુરત 1, વડોદરા 1 આ સાથે કુલ 81 લોકોનાં મોત નિપજ્યાં છે.