ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 એપ્રિલ 2021 (23:19 IST)

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 12553 હજાર કેસ અને 125ના લોકોના મોત

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના લીધે નવા 12553  કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 125 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આ સંક્રમણથી  4,802 દર્દીઓ સાજા પણ થયા છે તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે.  રાજ્યમાં રિક્વરી રેટ 79.61 ટકા થયો છે. સતત 22મા દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.
 
24 કલાક દરમિયાન સુરત શહેરમાં 25, અમદાવાદ શહેરમાં 22, વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 8, વડોદરા જિલ્લામાં 5, સુરત, જામનગર શહેર, રાજકોટ અને જામનગર જિલ્લામાં 4-4, મહેસાણા, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા, ભાવનગર, ભાવનગર શહેર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં 3-3, પાટણ, ગાંધીનગર અને મહીસાગર જિલ્લામાં 2-2, જ્યારે ગાંધીનગર શહેર, જૂનાગઢ, અમદાવાદ, વલસાડ, અરવલ્લી, પોરબંદર, ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં 1-1 મળી કુલ 125ના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 5740એ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, સતત 13 દિવસથી હાઈએસ્ટ મોતનો આંકડો નોંધાઈ રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,86,577 લોકો સાજા પણ થયા છે તેમને હોપ્સિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે