હવે કોંગ્રેસને કોઈ ઉગારી નહીં શકે, જૂથવાદ અને અસંતોષનો ભારોભાર ઉકળતો ચરુ
રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજ્યમાં રાજકીય તોડફોડ શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસને દર વખતની જેમ જે ડર હતો તે જ થયું. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં નરહરિ અમીનના રૂપમાં ત્રીજું પાસું ખેલ્યું અને આ તરફ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાનું શરૂ થઈ ગયું છે. એક તરફ કોંગ્રેસ પોતાના ધારસભ્યોને હોટેલોમાં ફેરવતી રહી કે, ત્યાં ભાજપે ગુજરાતમાં ખેલ પાડી દીધો અને પાંચ ધારાસભ્યોની વિકેટ ખડી ગઈ છે. ભાજપે નરહરિ અમીનનું પત્તું ખેલતાની સાથે જ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાની શરૂ થઈ ગઈ છે.
જોકે આ તો શરૂઆત છે સાચો ખેલ તો બાકી છે. કારણ કે, હજુ પણ કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોની વિકેટ ખડવાની તૈયારીમાં છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ નરહરિ અમીનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્યસભાના ઉમેદવાર નરહરિ અમિને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. નરહરિ અમિને કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે ભાજપના નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થશે.
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલે છે અને જૂથબંધીના કારણે કોંગ્રેસની પડતી થઇ છે. નરહરિ અમીને વધુમાં જણાવ્યું કે, હાલ કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરીને જણાવી રહી છે કે, અમે તોડફોડની રાજનીતિ ચલાવી રહ્યા છીએ. આ વાત સાવ ખોટી છે. હાલ અહેવાલોમાં કોંગ્રેસના જે ચાર ધારાસભ્યો કેટલા કરોડમાં વેચાયા હોવાની વાત ચાલી રહી છે તો હું તમને જણાવું કે ધારાસભ્યોને રૂપિયા આપ્યાની વાત અફવા છે. કોંગ્રેસમાં અનેક લોકો સાથે મારે સારા સંબંધ છે. હું કોંગ્રેસમાં ચાલતા ડખા અને લોકોથી પરિચિત છું. હું તમામ લોકોને મળીશ, અને તેમની સાથે વાત કરીશ.
બીજી બાજુ કોંગ્રેસમાં બે ઉમેદવારોમાંથી એકનું ફોર્મ પાછું ખેંચવા મુદ્દે જણાવ્યું હતું કે, કયા ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચવું તે અંગે નિર્ણય કોંગ્રેસે કરવાનો છે. હું તમામ ધારાસભ્યોનો સંપર્ક કરુ છું મને વોટ આપે. અને મને વિશ્વાસ છે કે, ભાજપના ત્રણેય ઉમેદવારો સારા આંકડા સાથે વિજયી બનશે. હાલ મારી સાથે જોડાયેલા લોકો પર મને મદદ કરી રહ્યા હોવાની વાત તેમણે જણાવી હતી. અમીને છેલ્લે કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે, દિલ્હીથી ગુજરાત સુધી કોંગ્રેસમાં જૂથબંધી ચાલી રહી છે, જેના કારણે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે.
રાજ્યસભાના ઉમેદવાર નરહરિ અમિને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. નરહરિ અમિને કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે ભાજપના નેતૃત્વ ઉપરથી માંડી નીચે સુધી મજબૂત છે. ભાજપના ત્રણેય ઉમેદવારોનો વિજય થશે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલે છે. અને જૂથબંધીના કારણે કોંગ્રેસની પડતી થઇ છે. કોંગ્રેસનો આંતરિક વિવાદ અમને જીતાડશે. હું દરેક ધારાસભ્યોને મળીશ. ત્રીજી બેઠક જીતવા કોઇ તકલીફ પડશે નહીં. કોંગ્રેસના અનેક આગેવાનો અમારા સંપર્કમાં છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમિનની પસંદગી કરી છે.