અમરેલીના ગુરુકુળમાં વિદ્યાર્થીઓને માર માર્યાની આચાર્ય સામે ફરિયાદ
અમરેલીમાં આવેલા એક ગુરુકુળમાં તાજેતરમાં એક વિદ્યાર્થીને આચાર્યે 'તામિલ ગીત ગાવા બદલ' માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
'ડૅક્કન હૅરાલ્ડ'ના અહેવાલ પ્રમાણે, થોડા દિવસ પહેલાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ 12મા ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી તામિલ ગીત 'રામૂલો' ગાઈ રહ્યો હતો.
ત્યારે ક્લાસરૂમની બાજુમાં જ કૅબિન ધરાવતા આચાર્ય ભાવેશ અમરેલિયા વર્ગખંડમાં આવ્યા હતા અને કહ્યું હતું કે 'આ ગીત ગાઈને તે સ્વામીનું અપમાન કર્યું છે.'
અહેવાલમાં પોલીસ ફરિયાદને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે બાદમાં આચાર્ય વિદ્યાર્થીને પોતાના કૅબિનમાં લઈ ગયા હતા. જ્યાં ચપ્પલ અને લાકડી વડે માર માર્યો હતો.
ગુરુકુલના વડા હિરેન ચોરથાએ જણાવ્યું, "75 વર્ષથી ચાલતા આ ગુરુકુળમાં આવી ઘટના પ્રથમ વખત બની છે. વિદ્યાર્થીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા
મળ્યું હતું. જો વિદ્યાર્થીએ કરેલા આક્ષેપો સાચા સાબિત થશે તો આચાર્ય વિરુદ્ધ યોક્કસ પગલાં ભરવામાં આવશે."