બીજેપીની વધી મુશ્કેલીઓ, કોંગ્રેસની નિતિન પટેલને ખુલ્લી ઓફર, 15 ધારાસભ્યો લઈને આવો, સીએમ બનાવીશુ
રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભામાં સોમવારે હાઈ ડ્રામા જોવા મળ્યો. કોંગ્રેસ ધારાસભ્ય વીરજી ઠુમરે ઉપમુખ્યમંત્રી નિતિન પટેલને ખુલ્લી ઓફર આપતા તેમને પ્રધાનમંત્રી બનાવવાની વાત કરી. કોંગ્રેસ ધારાસભ્યના સદનમાં ખુલેઆમ આ નિવેદનનથી બીજેપી પણ નવાઈ પામી છે. ભલે નીતિંપટેલે કોંગ્રેસને દિવાસે સપના ન જોવાની સલાહ આપતા ઓફરને ઠુકરાવી દીધી પણ બીજેપીના માથે ચિંતાની લકીર જરૂર પડી ગઈ છે.
વિધાનસભા સત્ર દરમિયાન સોમવારે કોંગ્રેસના વીરજી ઠુમરે કહ્યુ કે બીજેપીમાં નીતિન પટેલનુ કોઈ સન્માન નથી અને તેમને પાર્ટીમાં એકલા પાડી દેવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યુ કે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ બીજેપી છોડીને જો 15 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં સામેલ થય છે તો કોંગ્રેસ તેમને ગુજરાતના સીએમ બનાવવા તૈયાર છે.
બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યએ આપી ઓફર
બજેટ 2020-21 માં સ્વાસ્થ્ય વિભાગના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ઠુમરે કહ્યુ નિતિનભાઈ ખૂબ સાઉર કામ કરી રહ્યા છે. અને અમે તેમનુ સમર્થન કરીએ છીએ. પરંતુ તેમના લોકો જ તેમના વખાણ નથી કરતા. તમે મુખ્યમંત્રી બનવાના કાબેલ છો. તમે 15 ધારાસભ્યો સાથે કોંગ્રેસ આવો અને અમે તમને મુખ્યમંત્રી બનાવીશુ.
હુ એક બાજુ અને બાકી બધા બીજી બાજુ
જેના પર ત્વરિત ટિપ્પણી કરતા નિતિન પટેલે સદનમાં કહ્યુ, 'મને કયાય જવાની જરૂર નથી. કોંગ્રેસે દિવસે સપના જોવાનુ બંધ કરવુ જોઈએ. મારા નિવેદનનો ખોટો મતલબ કાઢવામાં આવ્યો. નિતિન પટેલે 29 ફેબ્રુઆરીના રોજ મા ઉમિયા મંદિરના શિલાન્યાસ દરમિયાન આપેલ ભાષણનો ઉલ્લેખ કરી રહ્યા હતા. અહી તેમણે પોતાના ભાષણમાં કહ્યુ હતુ. હુ મા ના આશીર્વાદથી અહી છુ. નહી તો બધા જાણે છે કે હુ એકતરફ અને બાકી બધા બીજી તરફ. હુ અહી મા ઉમિયાના આશીર્વાદને કારણે છુ અને પાટીદારનુ લોહી મારી નસોમાં વહે છે.