ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (10:00 IST)

ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 ફેબ્રુ.થી શરૂ, આજથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે તે અગાઉ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રેકટીકલ પરીક્ષા માટે હોલ ટિકિટ આજથી બોર્ડની વેબસાઈટ પરથી ડાઉનલોડ થવાની શરૂ થઈ છે. હોલ ટિકિટમાં જરૂરી સહી સિક્કા કરાવી વિદ્યાર્થી પ્રેક્ટિકલ પરીક્ષા આપી શકશે.બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા gsehbt.in પરથી સ્કૂલનો ઇન્ડેક્સ નંબર અને ઈમેલ આઇડી દ્વારા હોલ ટિકિટ લોગ ઇન કરી ડાઉનલોડ કરી શકાશે.

હોલ ટિકિટમાં પરિક્ષાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી અને આચાર્યની સહી સિક્કા હોવા જરૂરી છે. નિયત કરેલ સમયમાં વિદ્યાર્થીને સ્કૂલે જ હોલ ટિકિટ આપવાની રહેશે. પરિક્ષાર્થીના વિષય, માધ્યમ કે કોઈ વિગતમાં વિસંગતતા જણાય તો બોર્ડની ઓફિસનો સંપર્ક કરી રૂબરૂ જરૂરી ડોક્યુમેન્ટ સાથે મળવાનું રહેશે.