ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જુલાઈ 2022 (08:28 IST)

આજથી ધો.10 -12 ની પુરક પરીક્ષા : 2.22 લાખ વિદ્યાર્થીઓ

exam of 12th
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે 18 મીથી રાજ્યમાં  ધો.10  અને 12 બોર્ડની પુરક પરીક્ષા શરૃ થનાર છે.આ વર્ષે 2.20 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.આ પુરક પરીક્ષા 32મી સુધી ચાલશે.ઓગસ્ટમાં પરિણામ જાહેર કરવામા આવશે.
 
ગુજરાત બોર્ડ દ્વારા  માર્ચ-એપ્રિલમાં લેવાયેલી ધો.10 અને 12 ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા બાદ ધો.10 માં બે વિષયમાં નાપાસ અને ધો.12 સાયન્સમાં બે વિષયમાં તેમજ ધો.12 સા.પ્ર.માં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થી માટે પુરક પરીક્ષામા લેવામા આવે છે. જે આવતીકાલે 18 થી શરૂ   થનાર છે. રાજ્યના મુખ્ય જિલ્લા કેન્દ્રો પર આ પરીક્ષાઓ લેવાશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરીક્ષાના કાર્યક્રમ મુજબ આવતીકાલે 18મીએ ધો.12 સાયન્સમાં ગણિત, બાયોલોજી વિષયની પરીક્ષા અને ધો.10 માં બેઝિક ગણિત તેમજ પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે.