બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2020 (10:43 IST)

મહેસાણામાં આજે થશે જન ક્રાંતિ આંદોલન યોજાશે, છોટાઉદેપુરમાં બંધનું એલાન

LRD ભરતી મુદ્દે સરકારના વિવાદિત પરિપત્રને રદ કરવા માટે સતત ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે એલઆરડી પરીક્ષાને રદ કરવા એસસી,એસટી, ઓબીસી સમાજે મહાસભાનું આયોજન કર્યું છે. મહેસાણા એસસી,એસટી, ઓબીસી સમાજે સરકારના નિર્ણયના વિરોધમાં મહાસભા બોલાવી છે. એલઆરડી ભરતીમાં મહિલાઓના અન્યાયના આરોપ સાથે એક મહિના કરતાં વધુ સમયથી વિરોધ કરી રહી છે. તો બીજી બાજુ મહેસાણામાં જનક્રાંતિ આંદોલન બાદ ગાંધીનગરમાં મહાઆંદલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
 
સરકાર પરિપત્ર રદ નહી કરે તો બંધારણીય અધિકાર આંદોલન સમિતિ આગામી 24 ફેબ્રઆરીએ વિધાનસભા સત્ર ખુલતાં ઘેરાવો કરશે. જેની જવાબદારી સરકારની રહેશે. મહેસાણાના તોરણવાડી ચોકમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 33 જિલ્લામાંથી લોકો જોડાશે. બંધારણીય અધિકાર આંદોલન સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં અમરણાંત ઉપવાસ આંદોલનને 16 દિવસ થઇ ગયા છે. ત્યારે તેમને કાઈ પણ થશે તો જવાબદારી સરકારની રહેશે. આજનું આંદોલન ટ્રેલર છે. આગામી સમયમાં ઓબીસી, એસ સી, એસ ટી ના સમાજ લાખોની સંખ્યામાં ગાંધીનગરમાં ઉતરી પડશે.
 
તો બીજી તરફ LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલ અન્યાયને લઈ અપાયું છોટા ઉદેપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. છોટા ઉદેપુર જીલ્લા બંધને સફળ બનાવવા વહેલી સવારથી જ આદિવાસીઓ રોડ ઉપર ઉતરી ગયા છે. છોટાઉદેપુર અને પાવી જેતપુર ખાતે શાકભાજી માર્કેટ ખૂલે તે પહેલા જ બંધ કરાવવામાં આવ્યું છે.
 
LRD ભરતી મામલે હાલમાં કોંગ્રેસ ભાજપને ઘેરી રહી છે અને ભાજપ આ સમગ્ર મુદ્દે હાલમાં એકબીજા પર ખો આપવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને ઓ.બી.સી નેતાની છબી ધરાવતા અલ્પેશ ઠાકોરએ હવે પોતાનો ટોન હાર બાદ બાદલીને સમાજ પ્રત્યે કર્યો હોવાનું જણાવી રહ્યા છે. આજે અલ્પેશ ઠાકોર બહુચરાજીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં તેમણે LRDની ભરતી પક્રિયા મામલે સરકાર સહીત ભાજપના સંગઠનને જાણ કરાઈ હોવા કહીને તે 57 દિવસથી ધરણા પર બેઠલી દીકરીઓને મળવા ગયા હતા.
 
એલઆરડી મુદ્દે ચાલી રહેલા આંદોલન અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે ભાજપની નીતિ ઓબીસી, એસટી-એસસી વિરોધી છે. બંધારણે આપેલી વ્યવસ્થાને ભાજપ તોડી રહી છે. સરકાર મહિલાઓ સાથે વાટાઘાટ કરવાને બદલે પોલીસ મોકલી રહી છે અને મહિલાઓને હેરાન કરવામાં આવી રહી છે જે દુખદ બાબત છે. ત્યારે એલઆરડી મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસ પણ રસ્તા પર ઉતરશે અને આગામી દિવસોમાં વિધાનસભા ગૃહમાં અને ગૃહની બહાર અવાજ બુલંદ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.