Rain forecast - તા.૨૯-જૂન થી ૩-જુલાઈ દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
ભારત સરકારના ગ્રામીણ કૃષિ હવામાન સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા હવામાન ખાતા તરફથી મળેલ માહિતી અનુસાર રાજકોટ જીલ્લામાં આગામી તા.૨૯-૦૬-૨૦૨૨ થી તા.૦૩-૦૭-૨૦૨૨ દરમ્યાન સૂકું, હુંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તા.૨૯-જુન થી ૩-જુલાઈ દરમ્યાન છૂટો છવાયા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૨-૩૫ ડીગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૨૫-૨૭ ડીગ્રી સેલ્શીયસ જેટલું રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૮૦-૮૨ અને ૬૫-૬૬ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ ૨૩ થી ૨૯ કીમી/કલાક રહેવાની શક્યતા છે.